September 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

વાપી, પારડી સરકારી કચેરીઓમાં કોઈ કર્મચારી ચાલતું કે સાયકલ ઉપર ના ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09
વલસાડ જિલ્લા કલેક્‍ટરાલય દ્વારા ખુબ આવકાર્ય અને જરૂરી નિર્ણય લેવાયો હતો કે પ્રત્‍યેક શનિવારે સપ્તાહમાં એકવાર સરકારી કર્મચારીઓ ચાલતા કે સાઈકલથી કચેરીએ જવું-આવવું. નિર્ણય સ્‍વાસ્‍થ્‍ય પર્યાવરણ અને દેશના ઈંધણ માટે અતિ મહત્ત્વનો લેખાવી શકાય તેવો નિર્ણયના અમલના પહેલા શનિવારે જ ફિયાસ્‍કો થયો હતો. માત્ર ટોચના ગણ્‍યા ગાંઠયા કર્મચારીઓ ચાલતા ગયા હતા.
વલસાડ કલેક્‍ટર દ્વારા સ્‍વાસ્‍થ્‍ય-પર્યાવરણની જાળવણી માટે સુચક અને આવકારદાયક લેવાયેલ આ નિર્ણય સરકારી બાબુઓ અનુકુળ આવ્‍યો નહોતો માત્ર વલસાડ કચેરીએ ઐપચારિકતા જોવા મળી હતી. બાકી વાપી, પારડીની કચેરીઓમાં સરકારી કર્મચારીઓ કાર કે મોપેડ મારફતે જ ઓફિસે પહોંચ્‍યા હતા. તેથી જરૂરી નિર્ણયનો અમલ થાય તે પહેલાં જ છેદ ઉડી ગયો હતો. જાહેર અનેવ્‍યક્‍તિગત હિત માટે સપ્તાહમાં એક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલ ઉપર જવાથી સ્‍વાસ્‍થ્‍ય પણ સારું રહે અને ઈંધણ-પ્રદૂષણનો પણ ફાયદો થાય. વર્ષના 52 શનિવાર એટલે બે મહિના વાહનો ચાલતા અટકી જાત પણ આ નિર્ણયની ગંભીરતા સરકારી કર્મચારીઓમાં જોવા મળી નહોતી.

Related posts

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

vartmanpravah

ભારતીય રમત-ગમત પ્રાધિકરણના પ્રાદેશિક નિયામક પાંડુરંગ ચાટેએ સેલવાસ સ્‍થિત ‘‘ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”ની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું કરેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી

vartmanpravah

સુરખાઈ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment