Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મહાત્‍મા ગાંધીજીની 150મી જન્‍મ જયંતિ વાળી ડિસ્‍પ્‍લે બોર્ડ પર ભ્રષ્ટાચારનો કાટ સાથે કેટલીક જગ્‍યાએ ગાંધી બાપુની તસ્‍વીર ગાયબ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.09: ચીખલી સહિતના તાલુકાઓની તમામ ગ્રામ પંચાયતો પાસે મહાત્‍મા ગાંધીની 150-મી જન્‍મ જયંતિ નિમિતે હજ્‍જારો રૂપિયાના ખર્ચે લગાવાયેલા બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બનવા પામ્‍યા છે. હવે વિકાસના કામોની વિગત પણ લખવામાં આવતી નથી. અને જે લખાયેલ છે તે પણ ભૂસવાના આરે છે.
સરકારના સૂચનાથી દરેક ગ્રામ પંચાયતો ઉપર પાંચેક વર્ષ પૂર્વે મહાત્‍મા ગાંધીની 150-મી જન્‍મ જયંતિ નિમિતે રૂા.50,000/- ખર્ચે મસમોટા બોર્ડ લગાવાયા હતા. જેમાં ગામનું નામ, સરપંચનું નામ, વસ્‍તી ઉપરાંત વિકાસના કામોની વિગત રકમ સાથે લખવામાં આવી હતી. આ ઉપરાંત મિશન અંત્‍યોદય મુજબ ખૂટતી સુવિધામાં ગામમાં ગંદા પાણીના નિકાલની ગટર, ગામમાં કચરા નિકાલની ગટર, ગામના તમામ વિસ્‍તારમાં પીવાના પાણીની સુવિધા, ગામના તમામ ફળીયા સોસાયટીમાં રસ્‍તા અને લાઈટની સુવિધા, ગામ તળાવ પાળ ઉપર વોકિંગ વે, જાહેર માર્ગ ઉપર વૃક્ષારોપણ સહિતની વિગતો દર્શાવાઈ હતી.
જોકે આ બોર્ડ વર્ષ 2018-19 પછી વિકાસના કામો કે અન્‍ય કોઈ વિગત લખવામાં આવી નથી. અને હાલે સ્‍થિતિ એવી છે કે પાંચવર્ષ પૂર્વે જે વિગતો લખવામાં આવી હતી તે પણ નામશેષ થવાના આરે જોવા મળી રહી છે. ખરેખર વર્ષ-વર્ષે થતા ગામના વિકાસ લોક સુખાકારીના કામોની વિગત દર્શાવવામાં આવે તો લોકો પણ વિકાસના કામોથી અવગત રહે પરંતુ પાંચ વર્ષ પૂર્વે લખવામાં આવતા આ મસમોટા બોર્ડ પાછળ કરવામાં આવેલ ખર્ચ પણ માથે પડવા સાથે આ બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા જ બનવા પામ્‍યા છે. ત્‍યારે આ બોર્ડનો યોગ્‍ય ઉપયોગ થાય તે દિશામાં ઉચ્‍ચ અધિકારીઓ આયોજન કરવામાં આવે તે જરૂરી છે.

Related posts

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીનું ગૌરવ

vartmanpravah

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

vartmanpravah

દમણમાં આજે સ્‍વચ્‍છતા સંકલ્‍પ કાર્યક્રમ : પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા પ્રહરી એપ લોન્‍ચ કરશે

vartmanpravah

ઉપરવાસમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે વલસાડમાં ઔરંગા નદીમાં પૂરની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા કલેકટર અને ડીડીઓએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી

vartmanpravah

મોટી દમણમાં આર.એસ.એસ.ના સ્‍વયં સેવકોએ ખાખી પેન્‍ટ, સફેદ શર્ટ, કાળી ટોપી અને દંડ સાથે તાલ અને લયથી કદમથી કદમ મિલાવી કરેલું પથ સંચલન

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની નવી પેઢીને સુશિક્ષિત બનાવવા પંચાયતનું લક્ષઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

Leave a Comment