October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ બાલ ભવનના બાળકોએ લીધેલી અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: દમણ બાલ ભવન ખાતે ચાલી રહેલા સમર કેમ્‍પમાં આજે બાળકોને અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાતે લઈ જવાયા હતા. બાળકોને અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં બનેલા કાચ, સ્‍ટ્રો અને ફૂડ પેકેજીંગ બોક્‍સ બનાવવા વિશે સમજાવવામાં આવ્‍યું હતું.
આ મુલાકાતનો હેતુ બાળકોને દમણમાં બનતી વિવિધ વસ્‍તુઓ વિશે અને આપણા રોજીંદા જીવનમાં વપરાતી વસ્‍તુઓ કેવી રીતે બનાવવામાં આવે છે તે વિશે જણાવવાનો હતો. અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝના મેનેજરે આ બધી વસ્‍તુઓ કઈ રીતે બને છે તે બાળકોને બતાવી અને સમજાવ્‍યું હતું. બાળકોને ચોકલેટ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. બાળકો રોજબરોજની આ વસ્‍તુઓનું નિર્માણ જોઈને ખૂબ જ ખુશ થયા હતા.
બાલ ભવન ખાતે 31મી મે સુધી ચાલનાર આ શિબિરમાં ભવિષ્‍યમાં પણ આવી અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

Related posts

નાસિકથી વલસાડ આવી રહેલ ઍસટી બસની કપરાડા ઘાટ ઉપર બ્રેક ફેઈલ થતા ડિવાઈડર પર ચઢી ગઈ

vartmanpravah

વાપીમાં બુધવારે મળસ્‍કે 5.5 ઈંચ વરસાદ ખાબકતા શહેર પાણીમાં તરતુ થયું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં શિક્ષણ દ્વારા શરૂ કરેલું સમાજ પરિવર્તન

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

vartmanpravah

અયોધ્‍યામાં શ્રી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિત્તે સેલવાસની લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલમાં દીપોત્‍સવઃ વિદ્યાર્થીઓએ કરેલું શ્રી રામચરિત માનસનું પઠન

vartmanpravah

વાપી બલીઠા હાઈવે સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈઃ ટ્રાફિક સમસ્‍યા હળવી થશે

vartmanpravah

Leave a Comment