Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

સેલવાસ અને દમણ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખની પહેલી ટર્મ નવેમ્‍બર-2019થી શરૂ થઈ હોવાથી રેગ્‍યુલેશનમાં કરાયેલા સુધારાનો અમલ 202પની સામાન્‍ય ચૂંટણી બાદ લાગું કરવો ઈચ્‍છનીય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23: ધ દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારા પ્રમાણે દમણ અને સેલવાસ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલના પ્રમુખ અને ઉપપ્રમુખનું પદ દર બીજી ટર્મે મહિલા માટે આરક્ષિત રાખવા માટે કરાયેલા નિર્દેશે પ્રદેશમાં એક નવી ચર્ચાએ જન્‍મ આપ્‍યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ અને સેલવાસ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી નવેમ્‍બર-2019માં પૂર્ણ થઈ હતી અને ત્‍યારથી જ નવી ટર્મની પણ શરૂઆત થઈ છે. તેથી 2022માં કરાયેલા રેગ્‍યુલેશનમાં સુધારા પ્રમાણે દર બીજી પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ મહિલા માટેઆરક્ષિત રાખવાનું ઠરાવવામાં આવેલ છે. તેથી 2022ના સુધારા પ્રમાણે દમણ અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલી વખત થઈ રહી છે. જેના કારણે હાલમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પ્રથમ ગણવા માટે પણ એક મત વ્‍યક્‍ત થઈ રહ્યો છે.
બીજી બાજું દમણ અને સેલવાસ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી નવેમ્‍બર-2019માં પૂર્ણ થયા બાદ 2022માં સુધારા કરાયા હોવાથી તેને નવી ટર્મ 202પ નવેમ્‍બરમાં શરૂ થશે ત્‍યારથી લાગુ કરવી જોઈએ એવો મત પણ પ્રગટ થઈ રહ્યો છે.
અત્રે યાદ રહે કે, દમણ નગરપાલિકામાં પહેલી ટર્મમાં મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે પુરુષની નિયુક્‍તિ કરાયેલ છે. જ્‍યારે સેલવાસ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ ઉપર પુરુષ સભ્‍યોનો કબ્‍જો છે.
હવે, જો 2022ના રેગ્‍યુલેશનનો અમલ નવી ટર્મ 202પ નવેમ્‍બરથી કરવામાં આવે તો સેલવાસ અને દમણ નગરપાલિકામાં બંને પદ સામાન્‍ય ઉમેદવારો પૈકી કોઈની પણ વરણી થઈ શકે છે. કારણ કે રેગ્‍યુલેશનમાં ક્‍યાંય પણ ‘પુરુષ’ શબ્‍દનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો નથી. તેથી આ પદ ઉપર મહિલા અને પુરુષ બંને દાવેદારી કરી શકે છે.
અત્રે યાદ રહે કે, 26મી મેના રોજ દમણ અને સેલવાસ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી નિર્ધારિત છે. ત્‍યારે રેગ્‍યુલેશનના મુદ્દેકોઈ સ્‍પષ્‍ટતા નહીં હોવાથી રાજકીય પક્ષો તથા મહત્‍વાકાંક્ષી ઉમેદવારોમાં પણ સ્‍તબ્‍ધતા છવાયેલી છે. આ બાબતે પ્રશાસન વહેલી તકે યોગ્‍ય નિર્દેશ જારી કરી સ્‍પષ્‍ટતા કરે એ સમયનો તકાજો છે.

Related posts

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર : કપરાડા, અંભેટી નવોદય વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓ સંક્રમિત

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

vartmanpravah

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

પારડી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ 2.66 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ

vartmanpravah

કુકેરીમાં લાકડા ભરવા બાબતે બે મિત્રો વચ્‍ચે થયેલી બોલાચાલીમાં એક મિત્રનું મોત

vartmanpravah

Leave a Comment