October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

પાલિકા ફાયર બ્રિગેડે તાત્‍કાલિક દોડી આવી આગ પર કાબુ કરીલીધો : આગમાં કોઈ જાનહાની થવા પામી નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ શહેર અને વાપીમાં ઉનાળાની ગરમીના સમયમાં આગ લાગવાના બનાવોમાં સરેરાશ વધારો થતો જોવા મળ્‍યો છે. આજે શુક્રવારે વલસાડ શહેરના એક જ્‍યુસ સેન્‍ટરમાં અચાનક આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી.
વલસાડ શહેરમાં આવેલ ગાંધી લાયબ્રેરી સામે કાર્યરત જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં આજે શુક્રવારે સવારે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા. આગે જોતજોતામાં ભિષણ સ્‍વરૂપ પકડી લીધું હતું. લોકોએ પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે દોડી આવેલ અને તાબડતોડ આગ બુઝાવવાની જાહેરાત આરંભી દીધી હતી. એકાદ કલાકમાં આગ પર કાબુ કરી લેવાયો હતો. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી. પરંતુ જ્‍યુસ સેન્‍ટર આખું બળીને ખાખ થઈ ગયું હતું. અન્‍ય કોઈ જાનહાનીનો બનાવ બનેલ નથી.

Related posts

વલસાડની સરકારી ઈજનેરી કોલેજે ઈનોવેશન ક્ષેત્રે રાષ્‍ટ્રીય લેવલ પર મેળવી નોંધપાત્ર સિદ્ધી

vartmanpravah

સાયલી ગામમાં પી.ટી.એસ. નજીક દીપડો દેખાતા પાંજરું ગોઠવવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન નામના માલિક કોણ?

vartmanpravah

દમણ નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા દમણ જિલ્લા સ્‍તરીય રમત-ગમત સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

Leave a Comment