December 1, 2025
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદેશસેલવાસ

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી આયોજીત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ જતિન ગોયલે સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’ની લીધેલી મુલાકાતઃ બાળકો સાથે કરેલો વાર્તાલાપ

સંઘપ્રદેશના શિક્ષણ સચિવે ચિલ્‍ડ્રન યુનિવર્સિટીના ડાયરેક્‍ટર ડો. નિલેશ પંડયા સાથે ભાવિ શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન માટે પણ કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ તથા ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી સેલવાસ ખાતે આયોજીત સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’માં આજે સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે ઉપસ્‍થિત રહી બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમને ભાવિ શિક્ષણ માટે પ્રેરિત પણ કર્યા હતા.
1 જૂનથી 6 જૂન, 2023 સુધી આયોજીત આ સમર કેમ્‍પ ‘કલામતૃમ્‌’માં દાદરા નગર હવેલીની વિવિધ વિદ્યાલયોના ધોરણ 6 થી 8ના લગભગ 300 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ કૌશલ્‍યોનું પ્રવૃત્તિમય શિક્ષણ મેળવી રહ્યા છે.
આજે સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલે મુલાકાત લઈ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, શિક્ષણ વિભાગ આવા અનેક વિવિધ પ્રયાસોના માધ્‍યમથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા પ્રતિબધ્‍ધ છે. તેમણે ચિલ્‍ડ્રન યુનિવર્સિટીના ડાયરેક્‍ટર ડો. નિલેશ પંડયા સાથે પણ ભાવિ શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન માટે ચર્ચા-વિચારણાં પણ કરી હતી.

Related posts

દાનહમાં ઉમેદવારો અને ટેકેદારોની મંગળવાર સુધી આશા અને અજંપામાં ગુજરનારી રાતો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

vartmanpravah

‘સેવા પખવાડા’ કાર્યક્રમ અંતર્ગત દમણ એન્‍જિનિયરીંગ કોલેજમાં ‘‘અંગદાન”ની જાગૃતિ હેતુ સેમિનાર યોજાયો

vartmanpravah

GNLU સેલવાસના વિદ્યાર્થીઓ માટે કેનેડિયન પ્રોફેસર દ્વારા કાયદા અને અર્થશાષા પર ત્રણ દિવસીય વ્‍યાખ્‍યાન શ્રેણીનું આયોજન

vartmanpravah

દાનહમાં 15થી 18વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

નવસારીમાં રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પૂ.મોરારી બાપુના લીધેલા આશીર્વાદ

vartmanpravah

Leave a Comment