September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બિપરજોય વાવાઝોડા ઉપલક્ષમાં વલસાડ જિલ્લા પ્રશાસન એલર્ટ : કોસ્‍ટગાર્ડ-એન.ડી.આર.એફ.ની ટીમો સજ્જ

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તિથલ બીચની લીધેલી મુલાકાત : ગામના સરપંચો સાથે બેઠક કરી માછીમારોને દરિયામાં ન જવા માટે કરેલું સૂચન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: આગામી 24 કલાકમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકે એ પહેલાં જિલ્લા પ્રશાસન એલર્ટ મોડમાં છે. કોસ્‍ટગાર્ડ અને એન.ડી.આર.એફ.ની ટીમો વલસાડના તટીય વિસ્‍તચારમાં તહેનાત થઈ પોઝિશન સંભાળી લીધી હતી. આ વાવાઝોડા સંદર્ભે પારડીના ધારાસભ્‍ય અને રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ તિથલ બીચની જિલ્લા પોલીસવડા ડો.રાજદિપસિંહ ઝાલા સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તિથલ ગામના સરપંચ રાકેશ પટેલ તેમજ આજુબાજુના ગામોના સરપંચો સાથે મીટીંગ કરી જરૂરી તાગ મેળવ્‍યો હતો.
હવામાન વિભાગે રવિવારે જણાવ્‍યું હતું કે, 15 જૂન બપોર સુધી ગંભીર ચક્રવાતી રૂપ ધારણ કરી શકે છે. ચક્રવાતી તોફાન પોરબંદરથી 600 કી.મી. દૂર છે. તે નલીયા, કચ્‍છમાંથી પસાર થવાની સંભાવના છે. 13 થી 15 જૂન દરમિયાન 40 કી.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તેથી માછીમારોને આગામી પાંચ દિવસ દરમિયાનઅરબી સમુદ્રમાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય કોસ્‍ટગાર્ડ ગુજરાત દમણ-દીવના માછીમારોને નાવિકોને સાવચેતી અને સલામતિના પગલાંની સલાહ આપી છે.
મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું કે, સંભવિત વાવાઝોડને લઈને સરકાર કટિબ્‍ધ્‍ધ છે. તમામ લોકોએ સુરક્ષા જાળવવી જોઈએ. સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. કોઈ પણ બાબતને સહેલાઈથી લેવી ન જોઈએ. વાવાઝોડુ હજુ પણ સક્રિય હોવાથી જવાબદાર નાગરિક તરીકે સાવચેતીના પગલા લેવા જરૂરી છે એમ જણાવી માછીમારોને દરીયામાં ન જવા માટે સાવચેત કર્યા હતા. સાથો સાથ ઉપસ્‍થિત ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓને સ્‍થિતિ અંગે વાકેફ કર્યા હતા. પરિસ્‍થિતિના અવલોકન વેળા ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદ પટેલ, કપરાડાના ધારાસભ્‍ય જીતુ ચૌધરી પણ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

બલીઠામાં પ્‍લાસ્‍ટીક વેસ્‍ટની આડમાં ટેમ્‍પામાં લઈ જવાતો રૂા.3.43 લાખનો દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા સરપંચોનું અનોખું આંદોલન: અઠવાડીયામાં રસ્‍તાનું કામ શરૂ ન કરાય તો રસ્‍તાઓ ખોદી રસ્‍તાની વચ્‍ચે કરાશે વૃક્ષારોપણ

vartmanpravah

બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્‍ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

શ્રી બાસુકીનાથ મહાદેવ મંદિરમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મહાભિષેક અને પૂજા અર્ચના કરી

vartmanpravah

મંજુ દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ વાપીના ઉપક્રમે હિન્‍દી કાવ્‍ય સરિતા સંધ્‍યા યોજાઈ

vartmanpravah

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

vartmanpravah

Leave a Comment