September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકામાં કરાર આધારીત ફરજ બજાવી ગયેલા વિવાદીત ઈજનેરની પુનઃ નિયુક્‍તિ માટે કરવામાં આવી રહેલા ધમપછાડા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: ઉમરગામ પાલિકામાં પ્રમુખ સહિત તમામ સમિતિઓનો કાર્યકાળ પૂર્ણ થવાની તૈયારીમાં છે. જેથી ઘણાખરા આગેવાન કાઉન્‍સિલરો પોતાનો ઉલ્લુ સીધો કરવા કાવાદાવા કરતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની એક ઘટનાની ચર્ચા તેજ થવા પામી છે.
ઉમરગામ પાલિકામાં વર્ષ 2020 તથી 2021માં બાંધકામ શાખામાં 11 માસ કરાર આધારીત ફરજ બજાવી ગયેલા ઈજનેર શ્રી પ્રશાંત એમ. માછીનો કાર્યકાળ ભારે વિવાદીત રહ્યો હતો. કામગીરીમાં ફરજ પ્રત્‍યે બેદરકારી તથા કામોમાં અણઆવડત વગેરે આરોપોનો સામનો કરવા પડયો હતો અને એના પરીણામે ગુજરાત તકેદારી આયોગમાં 2 પ્રકરણો અંગે તપાસ ચાલુ છે અને આ તપાસ પ્રકરણની જાણકારી તાત્‍કાલિન ચીફ ઓફિસરે મહેકમ શાખાને તારીખ 21-3-2023 ના રોજ જાવક નંબર 202 ના પત્ર દ્વારા કરવામાં આવી હતી.
હવે ઉમરગામ પાલિકામાં વહીવટ અને કારભારમાં અગ્રેસરની ભૂમિકા બજાવતા કેટલાક આગેવાનો આ વિવાદીત ઈજનેરને ફરી ફરજ ઉપર લાવવા દબાણ તેમજ કાવાદાવા કરતા જોવા મળી રહ્યા છે. જે ગતિવિધિ જોતા ઘણા તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે.

Related posts

દાદરા નગર હવેલીમાં આર.આર.કેબલ કંપનીમાં આઈ.ટી. વિભાગે હાથ ધરેલું સર્ચ ઓપરેશન

vartmanpravah

દમણ-દીવમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સખ્‍તાઈથી અમલ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર સૌરભ મિશ્રાનો નિર્દેશ

vartmanpravah

લ્‍યો કરો વાત…! સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજય દેસાઈએ સમાચારમાં પોતાના નામનો ઉલ્લેખ નહીં કરવા બદલ એક પત્રકારને આપેલી ધમકી

vartmanpravah

‘જાકો રાખે સાંઇયા માર શકે ના કોઈ’ દમણગંગા નદીમાં આત્‍મહત્‍યાનો પ્રયાસ કરનાર પરણીતાને યુવાને બચાવી

vartmanpravah

વાપીની મહિલા ઉદ્યોગપતિને આઉટ સ્‍ટેન્‍ડિંગ બિઝનેશ વુમન પુરસ્‍કાર એનાયત

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ધો-૧માં વિનામુલ્યે પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

Leave a Comment