August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનનો કોન્‍સ્‍ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

મોપેડમાં પકડાયેલ બે ટીન બિયરનો કેસ નહી કરવા લાંચ માંગી હતી : 50 હજાર લીધા બાદ કેસ કરેલ બાકી વધુ 20 હજાર માંગતા કોન્‍સ્‍ટેબલ એસીબીના છટકામાં ઝડપાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: ઉમરગામ તાલુકાની નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ્‍ટેબલ તરીકે ફરજ બજાવતો નૈનેશ મણીયા હળપતિ રૂા.20 હજારની લાંચ લેતા એન્‍ટી કરપ્‍શન બ્રાન્‍ચની ટીમે ઝડપી પાડતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામી છે. ગતરોજ સાંજના અરસામાં ફણસા ચાર રસ્‍તાથી દમણ જતા રોડ ઉપર ટાટાવાડીથી કાલઈ ગામ તરફ જતા રોડની બાજુમાં ઘટના બનવા પામી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીની મોપેડ ગાડીની ડીકીમાંથી મરીન પોલીસ સ્‍ટેશનના કર્મચારીઓ દ્વારા ચેકિંગ દરમિયાન બે બિયરની ટીન મળી આવી હતી. જેના માટે ફરિયાદીને માર નહીં મારવાનું, મોબાઈલ અને ગાડી ગુનાના કામે જમા નહીં કરવાનું તેમજ ફરિયાદી ઉપર દારૂનો ગુનો દાખલ નહીં કરવા માટે રૂા.1 લાખની માંગણી કરી હતી. જે માંગણી રકઝકના અંતે રૂા. 70 હજારમાં નક્કી થવા પામી હતી અને જેમાંથી રૂા.50 હજાર ફરિયાદીના ભાઈએ તાત્‍કાલિક કોન્‍સ્‍ટેબલ નૈનેશ હળપતિને આપ્‍યા હતા. પરંતુ રૂા.20 હજાર જે તે સમયે કોન્‍સ્‍ટેબલને આપવાના બાકી રહી જતા ફરિયાદી ઉપર દારૂનો ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો. તેમ છતાં પણ કોન્‍સ્‍ટેબલે બાકી રહેલા રૂા. 20હજારની વસુલાત ચાલું રાખી હતી. જેથી ફરિયાદીએ એસીબી ટીમનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીએ આપેલી માહિતી મુજબ વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્‍ટેશનના અધિકારી શ્રી કે.આર.સક્‍સેના, સુપરવિઝન અધિકારી શ્રીમતી એ.કે. ચૌહાણ અને એમની ટીમે છટકું ગોઠવ્‍યું હતું. અધિકારી અને ફરિયાદીએ ગોઠવેલા તખ્‍તામાં પોલીસ કોન્‍સ્‍ટેબલ રૂા.20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. શરૂઆતમાં પોલીસ કોન્‍સ્‍ટેબલને લાંચ સ્‍વીકાર્યા બાદ એસીબીની ગંધ આવી જતા બાજુમાં આવેલી બાવળની ઝાડીમાં ભાગવાની કોશિશ કરી હતી પરંતુ એસીબીની ટીમના સભ્‍યોએ બળ પ્રયોગ કરી આરોપીને પકડી લેવામાં આવ્‍યો હતો.

Related posts

લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ ગાઇડ દ્વારા વૃક્ષારોપણ કરાયું: વન સંપત્તિનું રક્ષણ એ આપણા સૌની જવાબદારી છેઃ રાજ તિલક સેલવા

vartmanpravah

વલસાડમાં રવિવારે સ્‍મશાન ભૂમિમાં 4 હજાર વૃક્ષો રોપાશે, 3 વર્ષ સુધી જતન પણ કરાશે

vartmanpravah

વાપી વીઆઈએ ચાર રસ્‍તા ઉપર રાત્રે બાઈકમાં ભીષણ આગ લાગતા બાઈક ખાખઃ ચાલકનો ચમત્‍કારીક બચાવ

vartmanpravah

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટરે સરકારી શાળાઓની કરેલી મુલાકાત દરમિયાન મધ્‍યાહ્‌ન ભોજનમાં જોવા મળી કેટલીક ખામીઓ

vartmanpravah

દમણ મુસ્‍લિમ એસોસિએશને આન-બાન-શાનથી 61મા મુક્‍તિ દિવસની કરેલીઉજવણી

vartmanpravah

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

vartmanpravah

Leave a Comment