September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ યુઆઈએ કચેરી ખાતે વીજ સમસ્‍યા માટે આયોજિત ઓપન હાઉસ અધિકારીઓની વિલંબતાના કારણે સ્‍થગિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: આજરોજ યુઆઈએ કચેરી ખાતે બપોરના ત્રણ કલાકે વીજ વિભાગની સમસ્‍યાના નિવારણ અર્થે ઓપનહાઉસનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પરંતુ વીજ વિભાગના અધિકારીઓ સમયસર ન આવતા રજૂઆત માટે એકત્રિત થયેલા ઉદ્યોગપતિઓ અકડાઈ ગયા હતા. એક કલાક કરતા વધુ વિલંબ થી પહોંચેલા વીજ વિભાગના અધિકારીઓ સમક્ષ નારાજગી સાથે માત્ર ઔપચારિકતા પૂરતી રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં વારંવાર ખોટકાતો વીજ પુરવઠો અને વિજ વિભાગે ફરિયાદ માટે ઉપલબ્‍ધ કરેલો કમ્‍પ્‍લેન્‍ટ ફોન નંબર ઉપર યોગ્‍ય પ્રતિસાદ મળતો ન હોવાની રજૂઆત કરી હતી. જેના પ્રત્‍યુતરમાં વીજ વિભાગના અધિકારીઓએ સમસ્‍યા હલ કરવાની ખાતરી આપી હતી. અને નજીકના ભવિષ્‍યમાં ફરી ઓપન હાઉસનું આયોજન કરવા માટે જણાવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ બારી, સેક્રેટરી શ્રી નીરજભાઈ અને ડીજીવીસીએલની યુઆઈએ તરફથી કામગીરી સંભાળતા શ્રી બીરજુભાઈ લઠ્ઠા અને શ્રી દીપકભાઈ ગુપ્તા વગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

ખેરગામ તાલુકાના પાટી ખાતે સરકારી આયુર્વેદ દવાખાનાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah

કપરાડાના સુથારપાડા ગામે મહિલાઓને રૂપિયા 1.20 કરોડના ઇન્‍ડસ્‍ટ્રીયલ સીવણ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ-નરોલી ગામે કાનૂની શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આઈસ સ્‍ટોક સ્‍પોર્ટ્‌સ એસોસિએશન દ્વારા દાનહ અને દમણ-દીવ માટે સમર વર્ઝન ટ્રેનિંગ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment