December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

રેડક્રોસ સોસાયટી, સેલવાસમાં યુનિયન ટેરીટરી (યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

રક્‍તદાતાઓએ 108 યુનિટ રક્‍તનું કરેલું દાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલી યુનિયન ટેરીટરી(યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સેલવાસ રેડક્રોસ સોસાયટી ખાતે રક્‍તદાન શિબિર અને વેબસાઈટ લોન્‍ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શિબિરનો શુભારંભ દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવ્‍યો હતો. અત્રે યોજાયેલ રક્‍તદાન શિબિરમાં મોટી સંખ્‍યામાં યુવાઓ અને મહિલાઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો અને 108 યુનિટ જેટલું મહત્‍વપૂર્ણ રક્‍ત એકત્ર થયું હતું. આ રક્‍તદાન શિબિરમાં રક્‍તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
રક્‍તદાન શિબિર અને વેબ લોન્‍ચિંગમાં કાર્યક્રમમાં યુ.ટી. ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી પ્રદીપ મિશ્રા સહિત સંસ્‍થાના સભ્‍યો અને રેડક્રોસના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

vartmanpravah

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવી દેવા

vartmanpravah

વલસાડમાં રાષ્‍ટ્રિયકૃત બેંકોના કર્મચારીઓએ હડતાલ પાડી બેંકોના ખાનગીકરણ બિલનો કરેલો વિરોધ

vartmanpravah

વલસાડ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્‍યો મહારાષ્‍ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે સક્રિય થયા

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ફિલ્‍ડ ટ્રિપનું આયોજન થયું

vartmanpravah

Leave a Comment