Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું આયોજન લાયન્‍સ ઉપાસના હોલમાં કરવામાં આવ્‍યું હતું. જેમા 6 વર્ષની બાળાઓ તેમજ યુવતિઓ અને મહિલાઓએ પણ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆત ડો. સિધ્‍ધાર્થ, ડો. ધૃતિ પટેલના હસ્‍તે દિપપ્રાગટય કરી કરવામાં આવી હતી. અતિથિ વિશેષ તરીકે શ્રી જવેરભાઈ પટેલ, મંજુલાબેન ઉકાણી, નયનાબેન વાઘેલ, દિપ્તીબેન કામદાર, શ્રી કિશોરભાઈ બધેકા વગેરે હાજર રહ્યા હતા. જજ તરીકે દેવલબેને ખૂબ જ સારી રીતે નૃત્‍યની સમજ આપીને નિર્ણય આપ્‍યો હતો. આ કાર્યક્રમનું સુંદર સંચાલન મહિલા મંડળના પ્રમુખનિલુબેન ચકલાસીયા અને મીનાબેન પરમાર દ્વારા કરવામાં આવ્‍યું હતું. તેમજ મંડળના મંત્રી અને વોર્ડ નં.4ના ભાજપના કોર્પોરેટર ભારતીબેન ચૌહાણ, જ્‍યોત્‍સનાબેન પટેલ દ્વારા પુષ્‍પગુચ્‍છથી અતિથિઓનું સ્‍વાગત કરાયું હતું. જ્‍યારે લેપટોપ સંચાલન સેવા મૈત્રી ચકલાસીયાએ આપી હતી.
આ ઉપરાંત સ્‍પર્ધા ગ્રુપ પ્રમાણે પ્રથમ અને દ્વિતીય સ્‍થાન પામનાર વિજેતામાં ગ્રુપ-એપ પ્રથમ તનિષા રંગન, દ્વિતીય કેન્‍ઝી સાવલીયા, ગ્રુપ-બીમાં પ્રથમ પ્રાચી પટેલ, દ્વિતીય ધ્રુવી પરમાર, ગ્રુપ-સીમાં પ્રથમ આરતી પરમાર, ગ્રુપ-ડીમાં પ્રથમ ક્રિષ્‍ના વશી, દ્વિતીય સંધ્‍યા ભંડારી જ્‍યારે સ્‍પેશ્‍યલ પ્રાઈઝ હેત્‍વી ડી. જોશી અને તપસ્‍વી લાડુમોરને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ અવાર-નવાર સંસ્‍કૃતિથી શિક્ષણ મળે તેવા પ્રયાસ હેતુ સાથે સેમી ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું અને નારી શક્‍તિ સમાજમાં આગળ રહે અને આવી સ્‍પર્ધાઓ દ્વારા આપણી સંસ્‍કૃતિને ઉજાગર કરવાનો એક નાનકડો પ્રયાસ શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્‍યો હતો.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના 177 બાળકોએ ઞ્‍ધ્‍-ત્‍મ્‍ 2022 ની પરીક્ષા આપી

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah

પતંજલિ યોગ સમિતિ દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્‍ડ ઉપર યોગા-અભ્‍યાસ કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

એનસીઈઆરટી દ્વારા શાળાઓમાં ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-ર0રર હાથ ધરાઈ

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિની પ્રભારીઓની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી અંગે થયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

ધરમપુર તાલુકાની ગડી આશ્રમશાળાનું પી.પી.પી. ધોરણે નવીનિકરણ કરાશે

vartmanpravah

Leave a Comment