December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્‍લાસ્‍ટમાં ત્રણ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના ખડોલી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ સિદ્ધિ વિનાયક સ્‍ટીલ કંપનીની ભઠ્ઠીમાં અચાનક બ્‍લાસ્‍ટ થતાં નજીકમાં કામ કરતા ત્રણ વ્‍યક્‍તિઓ ઈજાગ્રસ્‍ત થયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્‍તોને કંપની સંચાલકો દ્વારા રિક્ષાદ્વારા સેલવાસની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના ખડોલી ખાતે આવેલ સ્‍ટીલ પ્રોડક્‍ટનું ઉત્‍પાદન કરતી સિદ્ધિ વિનાયક કંપનીમાં કોઈક કારણોસર અચાનક બ્‍લાસ્‍ટ થતાં કંપનીમાં કામ કરતા ત્રણ જેટલા કામદારોને ઈજા પહોંચી હતી. તેઓને તાત્‍કાલિક કંપનીના સંચાલકો દ્વારા ખાનગી રીક્ષામાં બેસાડી સેલવાસ ખાતેની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ઈજાગ્રસ્‍ત ત્રણ વ્‍યક્‍તિમાંથી બેને સામાન્‍ય ઈજા હોવાને કારણે પ્રાથમિક સારવાર આપી હોસ્‍પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જ્‍યારે એક નવયુવાન કામદાર ભરત મોરકંડે (ઉ.વ.24) જે પચાસ ટકાથી વધુ દાઝી ગયો હતો જેઓ હાલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ કંપનીના સંચાલકો દ્વારા પોલીસ પ્રશાસનને ઘટના અંગેની કોઈપણ પ્રકારની માહિતી આપેલ નથી. જેથી સેલવાસની ખાનગી હોસ્‍પિટલના તબીબે પોલીસને જાણ કરવાની નોબત આવતા પોલીસ અને પ્રશાસનની ટીમ દોડતી થઈ ગઈ હતી. ખાનવેલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં ટ્રેડ લાયસન્‍સ પોલીસી લાગુ કરવા સામાજીક કાર્યકર્તા સુધીર રમણ પાઠકે ચીફ ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

આજે દીવ 23 નેશનલ લો યુનિવર્સિટીના સંઘની જનરલ બોડી મીટિંગની યજમાનગીરી કરશે

vartmanpravah

ચીખલીના કુકેરી ગામની સેવા સહકારી મંડળીમાં વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍યોની યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલના તમામ ડિરેક્‍ટરોનો વિજય

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

દાદરા નગર હવેલીમાં તલાટીઓની કરાઈ આંતરિક બદલી

vartmanpravah

રેલવેનો અજબ ગજબનો નિયમ કરમબેલાથી વાપી પેસેન્‍જર ટ્રેનમાં એક્‍સપ્રેસ ટ્રેનનું ભાડું લાગે છે

vartmanpravah

Leave a Comment