September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં પાંચેક દિવસ સતત વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા ધરતીપુત્રોમાં ખેતીમાં જોતરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકામાં ચોમાસાની 27મી જૂનના રોજ મોડી શરૂઆત બાદ સતત પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદથી ખરેરા, અંબિકા, કાવેરી સહિતની લોકમાતાઓમાં પૂર સાથે સ્‍થાનિક કોતરો, તળાવો, ખેતરો પણ પાણીથી છલકાઈ ગયા હતા.
આ દરમિયાન શનિવારના રોજ સાંજે ચાર વાગ્‍યાના અરસામાં19-મીમી વરસાદ બાદ વરસાદનું જોર ઘટી ગયું હતું અને રાત્રિ દરમિયાન માંડ 8-મીમી જેટલો વરસાદ વરસ્‍યો હતો અને વહેલી સવારથી જ વાતાવરણ ખુલ્લી જવા સાથે સુરજદાદાના દર્શન થયા હતા અને દિવસભર તડકો રહ્યો હતો. બીજી તરફ ચીખલીમાં કાવેરી નદીની સપાટી ઘટીને 9-ફૂટે પહોંચી હતી.
વરસાદે વિરામ લેતા ખેતી કામોમાં જોતરાવા સાથે જનજીવન પણ થાળે પડ્‍યું હતું. મોટેભાગના માર્ગો પરથી પણ પાણી ઓસરી ગયા હતા. આલીપોરના પાદર ફળિયામાં કોયલી ખાડીના પુલનો એપ્રોચ બેસી જતા બંધ થયેલ માર્ગની માર્ગ મકાન દ્વારા મરામત કરી દેવાતા વાહન વ્‍યવહાર પૂનઃ શરૂ થઈ ગયો હતો.
જોકે વરસાદની બ્રેક પૂર્વે ફૂકેરીના નવા નગરમાં જગુભાઈ હળપતિના ઘરનું છત તૂટી જતા નુકસાન થયું હતું. અંબાચ ગામે મંદિર ફળિયામાં જમનાબેનના ખેતરમાં વીજપોલ ધરાશાય થયો હતો.
વરસાદના વિરામ બાદ સાદકપોર પીએચસીના સ્‍ટાફ દ્વારા પાણી ભરાયેલ વિસ્‍તારમાં તકેદારીના ભાગરૂપે ક્‍લોરીનેશન કરવામાં આવ્‍યું હતું. આ સાથે તાલુકામાં સિઝનનો કુલ વરસાદ 24.80 ઇંચ જેટલો થયો છે.

Related posts

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

vartmanpravah

લોકસભા સામાન્‍ય ચૂંટણી – 2024 અન્‍વયે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહઅને દમણ-દીવને ભારત સરકાર દ્વારા રૂા.250 કરોડની ભેટ દાનહના રખોલી-ખડોલી-વેલુગામ રોડની ફોરલેન યોજના મંજૂર : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.163 કરોડની ફાળવણી

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસના ઉપક્રમે ભામટી પ્રગતિમંડળ દ્વારા યોગ અભ્‍યાસ કરાયો

vartmanpravah

ઉમરગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

રેન્‍જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના 75મા વનમહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment