Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ આંબોલી ડુંગરીપાડા ગામના યુવાઓએ પોતાની શ્રમ શક્‍તિથી રસ્‍તાનું કરેલું નિર્માણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દેશમાં આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી થઈ છે ત્‍યારે દાદરા નગર હવેલીના આંબોલી ડુંગરીપાડા ગામમાં આઝાદીના 75 વર્ષો બાદ પણ રસ્‍તો નહીં હોવાને કારણે ગામના યુવાનોએ ભેગા થઈ તેઓએ પોતાની શ્રમ શક્‍તિનો ઉપયોગ કરી રોડ મટીરીયલ નાખી રસ્‍તાનું નિર્માણ કરી એક ઉદાહરણ પુરૂં પાડયું છે.
ગ્રામજનોના જણાવ્‍યા અનુસાર રસ્‍તાના નિર્માણ માટે ગામના સરપંચ સહિત જિલ્લા પંચાયતના સભ્‍ય અને અન્‍ય પદાધિકારીઓને વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ જન પ્રતિનિધિઓએ આ તરફ કોઈ લક્ષ્ય આપ્‍યું નથી. હાલમાં જ્‍યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેના કારણે ધોધમાર વરસી રહેલા ભારે વરસાદના કારણે ગામના લોકોને રોજીંદા અવરજવર માટે ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે.જેને ધ્‍યાનમાં લઈ ગામના યુવાઓ ભેગા થઈ પ્રશાસનની રાહ જોયા વિના જાતે જ રોડ મટીરીયલ નાખી રસ્‍તાનું નિર્માણ કર્યું છે જે સૌના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ગામના આદિવાસી યુવાઓ દ્વારા આ પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્‍યું છે.

Related posts

વલસાડ એસટી વિભાગ દર પૂનમે ભક્‍તો માટે સ્‍પેશિયલ એસટી બસ દોડાવશે

vartmanpravah

વાપી ચલાથી ગુરુકુળ પાસે પિસ્‍તોલ વેચવા નિકળેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

વાપીમાં રમાબાઈ મહિલા બ્રિગેડ દ્વારા સાવિત્રીબાઈ ફુલે અને ફાતિમા શેખની જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

વલસાડ તિથલ બીચ ઉપર અજાણ્‍યા વૃધ્‍ધે આપઘાતની કોશિષ કરી

vartmanpravah

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસમાં વિવિધ સોસાયટીઓમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધા સાથે કડવા ચોથની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment