October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

શહેરમાં સ્‍લેબ તૂટી પડવાની 24 કલાકમાં બીજી ઘટના : એપાર્ટમેન્‍ટમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વલસાડ નનકવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારમાં આવેલ નિધિ એપાર્ટમેન્‍ટનો આજે સાંજના સુમારે અચાનક સ્‍લેબ તૂટી પડતા જોરદાર અફરા તફરી મચી જવા પામી હતી. સ્‍લેબનો કાટમાળ નીચે ઉભેલા ત્રણના ઉપર પડતા તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.ચારે તરફ દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ શહેરની પનોતી બેઠી હોય તેમ છેલ્લા 24 કલાકમાં સ્‍લેબ તૂટી પડવાની આજે બે ઘટનાઓ સર્જાઈ હતી. 120 આવાસનો રાતે સ્‍લેબ તૂટી પડવાની ઘટનાની કળ હજુ વળી નહોતી ત્‍યાં સાંજના નનકવાડા પંચાયત વિસ્‍તારમાં આવેલ નિધી એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટી પડતા નીચે ઉભેલા એક મહિલા સહિત ત્રણ ઉપર કાટમાળ પડતા ઘાયલ થયા હતા. ત્રણેય ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા. બીજી તરફ એપાર્ટમેન્‍ટમાં ફસાયેલા અન્‍યોને સલામત બહાર કાઢવાની કામગીરી તાબડતોબ હાથ ધરાઈ હતી.

Related posts

રખોલીની આર.આર.કેબલ લિ.માં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહની કંપનીઓ દ્વારા મેઘવાળની ખાનગી જગ્‍યામાં કેમિકલવાળો દુર્ગંધયુક્‍ત કચરો ઠાલવી દેતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ

vartmanpravah

વટારમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયે શિવભક્‍તો ઉમટયા

vartmanpravah

સરીગામના અંતરિયાળ વિસ્‍તાર બોન્‍ડપાડામાં રૂા.15 લાખના ખર્ચે થનારી પેવર બ્‍લોકની કામગીરી

vartmanpravah

ચણોદ કોલોની સ્‍થિત સેન્‍ટ મેરી સ્‍કૂલમાં કબડ્ડી સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી માર્કેટમાં બાઈક પાર્ક કરી બેઠેલા યુવાનને કાર ચાલકે રીવર્સ મારતા ઉડાડયો, બાલ બાલ બચ્‍યો

vartmanpravah

Leave a Comment