January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: તારીખ 3જી જુલાઈને સોમવારે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાઆચાર્યા શ્રીમતી પાર્વતી પિઠાની, ઉપાચાર્યો મોસિન ખાન, શિક્ષકગણ અને બધા જ બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ માટે ખાસ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાળકોએ શાળાના તમામ શિક્ષકોને પ્રણામ કરી આશિર્વાદ લીધા હતા. તેમજ ગુરુ માટે કવિતા ગાયન કરાયુ અને વક્‍તવ્‍ય અપાયુ અને ગુરૂ પૂજા કરાઈ હતી. શિક્ષકો દ્વારા બાળકોને ગુરૂ પૂર્ણિમા ઉજવવા પાછળના કારણો, પૂર્ણિમા તીથીએ વાતાવરણમાં થતા ફેરફાર અને પુરાણો સાથે જોડતી દંતકથા કહેવાઈ અને ગુરુનુ મહત્ત્વ સમજાવાયું હતું. આ કાર્યક્રમ રાખવા પાછળનો મૂળ હેતુ એ હતો કે બાળકો જીવનમાં ગુરૂ મહત્ત્વ અને શિસ્‍તતા જાણે તેમજ સમજે.

Related posts

સેલવાસ ટોકરખાડા નજીક શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

vartmanpravah

માંડા ખાતે ઉમરગામ તાલુકાના પ્રથમ ધારાસભ્‍ય અને જન્‍મભૂમિ પ્રત્‍યે નિઃસ્‍વાર્થ સેવા આપનારા સ્‍વ.સતુભાઈ ઠાકરીયાના સ્‍મર્ણાર્થે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટે જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

નરોલીમાં પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ થતાં લોકોને રાહતની આશા

vartmanpravah

વલસાડના કુંડી ગામમાં વાવાઝોડાથી 10 થી 15 જેટલા મકાનોના છાપરા ઉડયા : અનેક ઘરોમાં પાણી ભરાયા

vartmanpravah

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

vartmanpravah

Leave a Comment