September 9, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણ

નાની દમણના દેવકા રોડ ઉપર હોટલ સેન્‍ડી રિસોર્ટ પાસે સ્‍કૂટરને અડફેટમાં લઈ અકસ્‍માત કરનાર ગાડી ચાલકની દમણ પોલીસે સુરતથી કરેલી ધરપકડ

અકસ્‍માત થયા બાદ ગાડીનો નંબર જાણવા અકસ્‍માતવાળા રોડના રસ્‍તા ઉપર લાગેલા 30થી વધુજગ્‍યાના સીસીટીવી કેમેરાની પોલીસની ટીમે કરેલી ચકાસણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : નાની દમણની હોટલ સેન્‍ડી રિસોર્ટ પાસે મેઈન રોડ ઉપર એક અજાણ્‍યા કારચાલકે ઝડપથી ગાડી હંકારી સ્‍કૂલટર સવારને ટક્કર મારી અકસ્‍માત કર્યો હતો. અકસ્‍માતમાં ઘાયલ ગુલામ અલી નૂરમોહમ્‍મદ રહે. આઈસ ફેક્‍ટરી નજીક ખારીવાડ, નાની દમણને ગંભીર ઈજા પહોંચતાં સરકારી હોસ્‍પિટલ મરવડ ખાતે લઈ જવાયો હતો.
અકસ્‍માતની ખબર મળતાં નાની દમણ કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને અજ્ઞાત ચાલક સામે આઈપીસીની 279, 338 અને મોટર વ્‍હીકલ એક્‍ટની 177, 184, 134(એ) અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
દમણ પોલીસે તાત્‍કાલિક એક્‍શન લઈ ગુનાની તપાસ શરૂ કરી હતી અને ઘટનાને નજરે જોનાર સાક્ષીઓની કરેલી પૂછપરછ દરમિયાન સંદિગ્‍ધ ગાડીની જાણકારી મળી હતી. ત્‍યારબાદ ગાડીના નંબર માટે દુર્ઘટનાવાળા રોડના રસ્‍તા ઉપર લાગેલા 30થી વધુ જગ્‍યાના સીસીટીવી કેમેરાની તપાસ કર્યા બાદ પોલીસને ગાડીનો નંબર મળ્‍યો હતો. ગાડીના નંબર મળતાં તેનો માલિક સુરત, ગુજરાતનો નિવાસી હોવાથી એક પોલીસ ટીમ બનાવી તાત્‍કાલિક સુરત મોકલવામાં આવી હતી. જ્‍યાં ગુપ્ત સૂત્રોથી માહિતી મેળવી પોલીસ ટીમ ગાડીમાલિકના ઘર સુધી પહોંચી હતી અને અકસ્‍માત કરવાવાળા વ્‍યક્‍તિના ઘરથી તેનેહિરાસતમાં લઈ પૂછપરછ કરતા પોતાનો ગુનો કબુલ્‍યો હતો.

Related posts

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં સૌપ્રથમ વખત રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન

vartmanpravah

વલસાડમાં સપ્તાહમાં બીજીવાર મોબાઈલ શોપમાં તસ્‍કરો હાથફેરો કરી ગયા

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલ તેમજ મોગરાવાડી ગામોમાંથી બે સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડાયા

vartmanpravah

વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને પગલે વલસાડ જિલ્લામાં તા. 18 થી 20 નવેમ્બર સુધી ડ્રોન, ફુગ્ગા, પતંગ અને તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-2022 યોજાશે

vartmanpravah

Leave a Comment