September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખડકી હાઈવે પર એકસાથે ચાર વાહનો ભટકાયા : ચારેય વાહન સવારોનો ચમત્‍કારિક બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: પારડીખડકી નેશનલ હાઈવે નંબર 48 ના સુરત જવાના ટ્રેક પર એક પાછળ એક એમ ચાર વાહનો અથડાયા હતા. આ અકસ્‍માતમાં એક કન્‍ટેનર અથડાયા બાદ રોડ નીચે ખાડામાં ઉતરી જતાં બે ક્રેન મારફતે બહાર કાઢવામાં આવ્‍યું હતું.
આજે મંગળવારના રોજ વાપીથી સુરત તરફ જતા ટ્રેક પર ખડકી હાઈવે પર એક ટ્રક પાછળ કન્‍ટેનર નંબર એચઆર-61-ડી-9512 ઘૂસી ગયું હતું. જેના પાછળ આઈસર ટેમ્‍પો નંબર જીજે-23-એટી-2324 જે બાદ વેગેનાર કાર નંબર જીજે-15-સીએમ-4556 ઘૂસી જતાં એક પાછળ એક ચાર વાહનો અથડાયા હતા. આ અકસ્‍માતમાં સદનસીબે ચારેય વાહનોમાં સવારોનો ચમત્‍કારિક બચાવ થયો હતો. પરંતુ આ અકસ્‍માતમાં એક કન્‍ટેનર રોડ નીચે ખાડામાં ઉતરી પડ્‍યું હતું. જેથી ઘટના સ્‍થળે પહોંચેલી હાઈવે પેટ્રોલીંગની ટીમ અને પારડી પોલીસે બે જેટલી ક્રેન મંગાવી કન્‍ટેનર બહાર કાઢવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

વાપીની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓનું 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

vartmanpravah

સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરોલી ગ્રામ પંચાયતમાં મળેલી વિરાટ સભાઃ દરેકના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લગાવવા ગામવાસીઓને પ્રેરિત કરાયા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ વાપી ગ્રેટરના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah

Leave a Comment