-
માત્ર 11 વર્ષની ઉંમરે મળેલી સિદ્ધી બદલ રોયલ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટધીરજ સિંઘે આપેલા અભિનંદનઃ યશસ્વી ભવિષ્યની કરેલી કામના
-
માસ્ટર મેન્સ કેટેગરીમાં અગમ ચોનકરે 10 મીટર એર પિસ્ટોલ શુટિંગમાં મેળવેલો સિલ્વર મેડલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ સ્ટેટ રાઈફલ શૂટિંગ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજીત રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં કુ. ઈશ્વરી અગમ ચોનકરે 10 મીટર એર રાઈફલ શૂટિંગમાં સબ યુથ અને યુથની બંને શ્રેણીમાં ગોલ્ડ મેડલ મેળવી દમણ જિલ્લાનું નામ રોશન કર્યું છે. જ્યારે માસ્ટર મેન્સ કેટેગરીમાં શ્રી અગમ ચોનકરે 10 મીટર એર પિસ્ટોલ શુટિંગમાં ભાગ લઈ સિલ્વર મેડલ જીત્યો છે.
આ સ્પર્ધામાં શૂટિંગમાં ઓલિમ્પિક વિનર શ્રી ગગન નારંગની એકેડેમી ગન ફોર ગ્લોરી રોયલ સ્પોર્ટ્સના રેન્જ ઓફિસર્સ આવ્યા હતા.
આ પ્રસંગે રોયલ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ શ્રી ધીરજ સિંઘે 11 વર્ષની ઉંમરમાં સબ યુથ અને યુથ શ્રેણી બંનેમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ કુ. ઈશ્વરી અગમ ચોનકરને ખાસ અભિનંદન આપ્યા હતા અને તેમના શ્રેષ્ઠ ભવિષ્યની કામના પણ કરી હતી.