September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ મહિલાઓ સામેના ગુનાઓ ઉકેલવામાં સમગ્ર ભારતના કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં મહિલાઓ અને બાળકોના વિરૂદ્ધ ગુનાની તપાસ અને રોકથામ માટે અપનાવેલી ‘નો ટોલરન્‍સ’ નીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળનેતૃત્‍વમાં અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની તપાસ અને રોકથામમાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે દેશમાં ટોચનું સ્‍થાન હાંસલ કર્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ દેશમાં ચાલી રહેલા સર્વે મુજબ કેન્‍દ્ર શાસિત પ્રદેશ પોલીસના પ્રયાસોને ધ્‍યાનમાં રાખીને, દાદરા નગર હવેલી અને દમણ અને દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશે મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ ઉકેલવાના પરિમાણોમાં 98.30 ટકા (તપાસ પૂર્ણ અને ચાર્જશીટ દાખલ) મેળવીને પ્રથમ સ્‍થાન હાંસલ કર્યું છે. ITSSO(જાતીય ગુનાઓ માટે તપાસ ટ્રેકિંગ સિસ્‍ટમ) પોર્ટલ મુજબ 83.4 ટકા અનુપાલન દર (જ્‍યાં તપાસ પૂર્ણ થાય છે અને 02 મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે) હાંસલ કરવામાં આવ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2018માં ફોજદારી કાયદો (સુધારો), 2018 અધિનિયમ પસાર કરવામાં આવ્‍યો હતો અને મહિલાઓ અને બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે તેમની સામે આચરવામાં આવેલા ગુનાઓની સજામાં ગંભીર વધારો કરવામાં આવ્‍યો હતો.
ઉપરોક્‍ત સુધારા મુજબ, બળાત્‍કાર અને પોક્‍સો કાયદા હેઠળના ગુનાઓની તપાસ 02 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. આ સુધારો બાળકો અને મહિલાઓસામેના ગુનાઓ અટકાવવા અને તપાસ અને ટ્રાયલ સમયસર પૂર્ણ કરવા પ્રત્‍યે સરકારની સંવેદનશીલતા અને પ્રામાણિકતા દર્શાવે છે.
અત્રે યાદ રહે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે ઉપરોક્‍ત સુધારા સાથે કાયદાનો સંપૂર્ણ અમલ કર્યો છે.

Related posts

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

vartmanpravah

મહેતા હોસ્‍પિટલ ખાતે પારડી પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓ માટે હેલ્‍થ ચેક અપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ભારતીય સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી મુખ્‍યાલય નવી દિલ્‍હી ખાતેના નિર્દેશક સંદીપ રાણાએ સેલવાસ સ્‍થિત ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર અને દમણના ખેલો ઇન્‍ડિયા વોલીબોલ સેન્‍ટરની લીધેલી મુલાકાત: સંઘપ્રદેશ પ્રશાસનના કાર્યોની કરેલી સરાહના

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમની અધૂરી તપાસને લઈ : દુષ્‍કર્મના ખોટા આરોપમાં પિતાએ બે વર્ષ જેલ ભોગવીઃ વાપી કોર્ટે નિર્દોષ જાહેર કર્યાઃ આબરૂ-સન્‍માન પાછું મેળવવા જીદપકડી

vartmanpravah

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોનને મળેલી જ્‍વલંત સફળતા: એક પગલું શિક્ષણ તરફ

vartmanpravah

ચીખલી પોલીસે બામણવેલથી જુગાર રમતા ૧૨ ઈસમોને ઝડપી પાડ્યા

vartmanpravah

Leave a Comment