September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મિત્રો સાથે સાપુતારા ફરવા નિકળેલા નવસારીના બે યુવાનોના ચીખલી વાંઝણાપાસે થયેલ માર્ગ અકસ્‍માતમાં મોત

(વર્તામન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: મિત્રો સાથે સાપુતારા ફરવા નીકળેલા નવસારીના બે યુવાનનું ચીખલીના વાંઝણા ગામે માર્ગ અકસ્‍માતમાં મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીના ધારાગીરી મુસ્‍લિમ ફળીયા ખાતે રહેતા નદીમ અખ્‍તર શેખ (ઉ.વ-22) રવિવારની સવારના સમયે ફળીયાના છોકરાઓ સાથે 5-જેટલી મોટર સાયકલ ઉપર 11-જેટલા લોકો સાપુતારા ફરવા જવા માટે નીકળ્‍યા હતા. દરમ્‍યાન બજાજ પલ્‍સર નં.જીજે-21-બીએમ-2670 ઉપર ફૈઝલખાન સલીમ પઠાણ અને અમાન ઈમ્‍તિયાઝ શેખ જઈ રહ્યા હતા. ત્‍યારે સવારના સમયે ચીખલીના વાંઝણા ગામે નહરેની બાજુમાં અક્ષરમ ડેરીની સામે વળાંકમાં પલ્‍સર મોટર સાયકલ સ્‍લીપ થતા અને સામેથી આવી રહેલ અશોક લેલન ટ્રક નં.એમએચ-10-ડીટી-9190 ના આગળના ભાગે મોટર સાયકલ અથડાતા મોટર સાયકલ ચલાવનાર ફૈઝલખાન સલીમ પઠાણ (રહે.મુસ્‍લિમ ફળીયું ધારાગીરી તા.જી.નવસારી) ને માથાના ભાગે ગંભીર ઈજા થતાં જેનું સ્‍થળ ઉપર જ મોત નીપજ્‍યું હતું. જ્‍યારે પાછળ બેસેલ અમાન ઈમ્‍તિયાઝ શેખ (રહે.મુસ્‍લિમ ફળીયું ધારાગીરી તા.જી.નવસારી) ને પગના ભાગે તેમજ શરીરે ઈજા થતાં 108 ની મદદથી સારવાર અર્થેનવસારીની ઓરેન્‍જ હોસ્‍પિટલમાં લઈ જવાતા જ્‍યાં સારવાર દરમ્‍યાન તેનું પણ મોત નીપજ્‍યું હતું.
મુસ્‍લિમ સમાજના બે યુવાન દીકરાના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્‍યું હતું. બનાવ અંગેની ફરિયાદ નદીમ અખ્‍તર શેખ (ઉ.વ-22) (રહે.મુસ્‍લિમ ફળીયું ધારાગીરી તા.જી.નવસારી) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી નગર પાલીકાની નવી ચૂંટાયેલી પાંખની બેઠક 1પ ડિસે. મળશે : પ્રમુખ અને ઉપ પ્રમુખ માટે નામો ચર્ચામાં

vartmanpravah

સમયમર્યાદામાં સામાન્‍ય લોકોની ફરિયાદના નિકાલ માટે દમણ જિલ્લા પ્રશાસન ફરિયાદ પ્રબંધન પધ્‍ધતિ બનાવશે

vartmanpravah

કપરાડાના નારવડમાં મૃત દિપડાનું ચામડું તથા પંજા કાપી વેચવાની તજવીજ કરતા 7 ઝડપાયા

vartmanpravah

મોટી દમણની વાત્‍સલ્‍ય સ્‍કૂલના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓએ દાભેલ ખાતે ‘વર્તમાન પ્રવાહ’ પ્રેસની લીધેલી મુલાકાત

vartmanpravah

ખડકી હાઈવે પર અજાણ્‍યા વાહને મોટર સાયકલને અડફેટમાં લેતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્‍થેળ જ મોત

vartmanpravah

Leave a Comment