September 5, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં આદિવાસી સમાજ દ્વારા ‘દિવાસા’ પર્વની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : આજે ‘દિવાસા’ પર્વ નિમિતે સેલવાસના બાવીસા ફળીયા બરમદેવ મંદિર તથા દાનહના વિવિધ વિસ્‍તારોમાં વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સેલવાસમાં નાળિયેર વડે ટપ્‍પા દાવની રમત પણ રમવામાં આવી હતી.
આદિવાસી સમાજ માટે ‘દિવાસા’ પર્વ ખુબ જ મહત્‍વનો તહેવાર ગણાય છે. આષાઢી અમાસના દિવસે આદિવાસીઓ દ્વારા દિવાસા (બિમહા)ના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અષાઢમાં વરસાદનું આગમન થઈ ગયું હોય છે અને આ સમયે વાવણી પણ લગભગ પૂર્ણ થયેલી હોય છે. એટલે દિવાસો આવતા સુધીમાં ખેતરમાં વાવણી કરેલ ડાંગર, તુવેરના પાકની કુંપળો ખેતરના પડને ચીરીને બહાર આવે છે.
ખેતીવાડીમાં પાકનો ઉતારો સારો આવે એ માટે આદિવાસી સમુદાયના લોકોમાં દિવાસા તહેવારનું વિશેષ મહત્‍વ હોય છે. દિવાસાની આગલી રાતે ગામમાં ઉજાણી રાખવામાં આવે છે. જેમાં ખેતરમાં જઈને ખત્રીદેવને પૂજવામાં આવે છે અને કુટુંબના પૂર્વજોને યાદ કરવામાં આવે છે. આ દરમિયાન ખેતરમાં ઉગી નિકળેલા પાકની પણ પૂજા કરવામાં આવે છે.
આદિવાસી સમુદાયમાં એક એવી માન્‍યતા પણ છે કે આ વર્ષ લગ્ન કરીને સાસરેગયેલી દિકરી તેનો પ્રથમ દિવાસો ગામમાં એના માં-બાપના ઘરે જ ઉજવે છે, એટલે સાસરે ગયેલી દિકરી આગલા દિવસે ઘરે આવી જાય છે. દિવાસાના દિવસેથી સૂર્ય વાદળની પાછળ ઢંકાયેલો રહેશે, જેથી નવા પાકની કુંપળો, વેલ, ફળ, ફુલ ઉગશે અને આદિવાસી સમુદાય તેને તોડવો કે નાશ ન કરવાની પ્રતિજ્ઞા લે છે.
આજના દિવાસા પર્વની પૂજા નિમિતે સેલવાસ ન.પા. સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ, સામાજીક અગ્રણી શ્રી દિલીપભાઈ પટેલ સહિત આદિવાસી સમાજના યુવાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદઃ ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર પ્રા.શાળાના આચાર્ય સામે ગુનો દાખલઃ તપાસ માટે શાળાએ પહોંચેલા ડીડીઓ સમક્ષ ગ્રામજનોએ આચાર્યની તાત્‍કાલિક બદલી કરવા કરેલી માંગ

vartmanpravah

વાંસદાનો કેલિયા ડેમ ઓવરફલો: ૨૩ ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપતું જિલ્લા વહીવટીતંત્ર

vartmanpravah

ચીખલીના વાંઝણા ગામેથી પોલીસે ત્રણ કેરી ચોરોને ઝડપ્‍યા

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ સીપી દિલ્‍હી કપ ટી-ર0 ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં રનર્સ અપ બનેલી થ્રીડીની પોલીસ ટીમને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલા અભિનંદન

vartmanpravah

રખોલી પોલીસે રીક્ષા ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment