July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ટ્રાફિક અડચણરૂપ લારીગલ્લા પાલિકાએ હટાવ્‍યા

શહેરના મોટાભાગના રોડો પરથી ટ્રાફિકને અડચણરૂપ લારીગલ્લા દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વલસાડમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્‍યા વધી રહી છે. પીક અવરમાં વાહન ચલાવવા કે ચાલવાની પણ જગ્‍યા મળતી નથી તેથી ટ્રાફિકની વારંવાર ફરિયાદો ઉઠતી રહેલી. તેથી વલસાડ નગરપાલિકાએ આઝે રોડ વચ્‍ચે અડચણરૂપ લારીગલ્લા હટાવાય હતા.
કલેક્‍ટરના આદેશ બાદ પાલિકા એક્રોચમેન્‍ટ અધિકારી મહેશભાઈ ચૌહાણ અને પાલિકા સ્‍ટાફે ટ્રેક્‍ટરો, મજુરો સાથે રોડ ઉપરના અડચણરૂપ લારીગલ્લા શહેરના મોટાભાગના રોડ ઉપરથી હટાવાયા હતા. ક્‍યાંક લારીગલ્લા વાળાનો વિરોધ જોવા મળ્‍યો હતો પરંતુ પાલિકાએ કોઈપણ ફરિયાદ કે રજૂઆત ધ્‍યાને લીધા સિવાય શહેરને લારીગલ્લા મુક્‍ત કર્યું હતું. લોકોના દબાણ કે રજૂઆત બાદ અવારનવાર થતી આ કામગીરીના બે-ચાર દિવસ બાદ ફરી લારીગલ્લા પાલિકા સ્‍ટાફની રહેમનજર હેઠળ કાર્યરત થઈ જતા હોય નવું દબાણ થાય ત્‍યારે પાલિકા આંખ આડા કાન કરતી રહે છે. પરિણામે વલસાડનીટ્રાફિક સમસ્‍યા નિરંતર પેચીદી બનતી રહે છે.

Related posts

પટલારા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ’ અંતર્ગત પ્‍લોગિંગ ડ્રાઇવનું આયોજન કરાયું

vartmanpravah

ઉમરગામ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોના ત્રાસનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ છેવાડાના કપરાડા તાલુકાની મુલાકાત લીધી

vartmanpravah

અવસર લોકશાહીનોઃ વલસાડ જિલ્લામાં મતદાન જાગૃત્તિ ફેલાવવા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમોની ભરમાર

vartmanpravah

જિલ્લાના E-KYC અને આધાર સીડીંગ બાકી હોય એવા ખેડૂતોએ તા.20 ડિસેમ્‍બર સુધી કરાવી લેવું

vartmanpravah

સેલવાસ વોર્ડ નં.15માં પીવાના પાણીની સમસ્‍યા બાબતે ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆત

vartmanpravah

Leave a Comment