December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાની જનતામાં સરકારી જમીન ઉપર અતિક્રમણનો મુદ્દો ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને

તાજેતરમાં મળેલી પાલિકાની સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણો દૂર કરી ફેન્‍સિંગ કરવાનો લેવામાં આવેલા નિર્ણયમાં પાલિકા વહીવટની થનારી પરીક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18: ઉમરગામ પાલિકાની તાજેતરમાં મળેલી સામાન્‍ય સભામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલા દબાણ દૂર કરી ફેન્‍સીંગ કરવાનો સર્વ સંમતિથી નિર્ણય લેવામાં આવ્‍યો હતો. આ નિર્ણયનુ સંપૂર્ણપણે પાલન કરાવવું પાલિકાના વહીવટદારો માટે પરીક્ષાની ઘડી જેવું બની રહેશે એવું પાલિકાવાસીઓમાં જોરદાર ચર્ચા જોવા મળી રહી છે. એનું મુખ્‍ય કારણ સરકારી જમીન ઉપર કરેલા અતિક્રમણમાં કેટલાક ચૂંટાયેલા સભ્‍યો અને રાજકીય આગેવાનોનો પણ સમાવેશ થતો હોવાનું બહાર આવી રહ્યું છે. ઉમરગામ પંચાયત કાળ દરમિયાનમાં આવેલી સરકારી જમીન ઉપર દુકાનનું નિર્માણ કરવામાં આવેલું છે તેમજ રહેઠાણ મકાન પણ જોવા મળી રહ્યા છે. આ દુકાનોનું ક્ષેત્રફળ ફાળવણીના માપ કરતા બમણું છે તેવી જ રીતે રહેઠાણ માટે ફાળવવામાં આવેલી જમીન કરતા ત્રણ ગણો વધારે કબ્‍જે કરેલું હોવાનું પાલિકા વાસીઓમાં ચર્ચા જોવા મળી રહી છે. આ પ્રમાણેનાઅતિક્રમણમાં પાલિકાના ચૂંટાયેલા સભ્‍યો અને રાજકીય આગેવાનોનો સમાવેશ થતો હોવાનું બહાર આવી રહ્યું છે જેની સામે પગલાં ભરવા પાલિકા માટે પરીક્ષાની ઘડી બની રહેશે એમાં બે મત નથી.
આ ઉપરાંત ઉમરગામ પાલિકાએ એક વર્ષ અગાઉ ડીઆઇએલઆરના અધિકારીઓ પાસે સર્વે નંબર 3107 (જૂનો 279)ની માપણી કરાવી હતી જેમાં માપણી કરતા સ્‍થળ ઉપર 1214 સ્‍ક્‍વેર મીટરની જગ્‍યાએ માત્ર 550 સ્‍ક્‍વેર મીટર જગ્‍યા ખાલી છે અને બાકીની જગ્‍યા ઉપર અતિક્રમણ થયેલાનું તારણ બહાર આવ્‍યું હતું. આ માપણી બાદ આજુબાજુના અતિક્રમણ કરનારાઓ સામે આજ દિન સુધી પગલા ભરાયા નથી. આમ આરંભે સુરા બનેલી પાલિકા પાછળથી શાંત પડી જવા પામી હતી. જે મુદ્દો આજે પણ અડીખમ છે. હવે પાલિકા પાસે માળખાકીય સુવિધા ઉભી કરવા માટે સરકારી જમીનનો અભાવ હોવાની ચાલતી ચર્ચા વચ્‍ચે અતિક્રમણ કરનારાઓ ઉપર કેવા પગલાં ભરે એ જોવું રહ્યું.

Related posts

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

vartmanpravah

વસંત પંચમીના દિને એક વર્ષ પૂર્ણ થતાં ત્રિશક્‍તિ ધામ મસાલચોક, મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાજીના મંદિરની ભૂમીને સતચંડી મહાયજ્ઞનું આયોજન

vartmanpravah

વલસાડથી વાપી હાઈવે ઉપર વરસાદી ખાડા યમરાજ બન્‍યા : જુદા જુદા ત્રણ અકસ્‍માત થયા

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ડુમલાવ જલારામ ભક્‍તો દ્વારા ડુમલાવથી વિરપુર પ્રથમ પદયાત્રા સફળ આયોજન

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે કરી નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આપેલા અભિનંદન

vartmanpravah

Leave a Comment