December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તેમજ અનેક વિસ્તારોમાં રોપણી લાયક વરસાદ થતાં ખેડૂતો રોપણીની કામગીરી આદરી છે.
વલસાડ જિલ્લાના કપરાડા ધરમપુર તાલુકાના ખેડૂતો આકાશી ખેતી કરે કોઈપણ પ્રકારની સિંચાઈ વ્યવસ્થા નથી. ધરતી પુત્રો કુદરત એ આધાર રાખવો પડે છે.ચાલુ વર્ષે ચામાસાની શરૂઆતમા વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.  સારો વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારોમાં હાલ રોપણીની મોસમ ચાલી રહી છે. ત્યારે કપરાડા અને ધરમપુર પારડી તાલુકામાં તાલુકામાં ડાંગરની રોપણી શરૂ થઈ છે. જે સમગ્ર બાબતે ખેડૂતો જણાવી રહ્યાં છે કે, આ વર્ષે મેઘરાજા મહેરાબાન બન્યા છે.
ખેતી લાયક વરસાદ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે મોટા ભાગના ખેડૂતોએ રોપણીનો શુભારંભ કર્યો છે. જેમાં ડાંગર, તુવેર, અડદ,વાલ અને શાકભાજી વેલાવાળા પાકોની રોપણી કરવામાં આવી રહી છે. ચોમાસુ બેસી જતા ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતો રોપણી કરી રહ્યાં છે અને સારા વરસાદથી સારી ખેતીની આશા ખેડુતો સેવી રહ્યા છે.

Related posts

વાપીની મુસ્‍કાન એનજીઓ દ્વારા કપરાડાના સુથારપાડામાં નિઃશુલ્‍ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકા ભાજપ દ્વારા પુરગ્રસ્‍તો માટે 1પ00 અનાજની કિટ અને 1700 ફૂટ પેકેટોનું વિતરણ કરાયું

vartmanpravah

સેલવાસમાં ગણપતિ વિસર્જન દરમ્‍યાન એક યુવાન નદીમાં ડૂબ્‍યો

vartmanpravah

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયો

vartmanpravah

બામટી ખાતે રૂા. 5.47 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને રૂા.1.87 કરોડના ખર્ચે કોમ્‍યુનીટી હોલ બનાવાશે

vartmanpravah

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment