December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે દમણ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્‍ટેડ અને ખાનગી શાળાઓમાં આજે રજા રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, 19: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણમાં અવિરત વરસાદને કારણે, જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ આજે ગુરુવાર, તા.20 જુલાઈ, 2023ના રોજ જિલ્લાની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્‍યો છે. આ આદેશમાં જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ જણાવ્‍યું છે કે, ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ ભારે વરસાદની સંભાવના વ્‍યક્‍ત કરી છે. આ કારણે દમણ જિલ્લાની તમામ સરકારી શાળાઓ, અનુદાનિત અને ખાનગી શાળાઓ 20 જુલાઈ, 2023ના રોજ બંધ રહેશે. આ ક્રમમાં, જિલ્લા કલેક્‍ટરશ્રીએ દમણની તમામ શૈક્ષણિક સંસ્‍થાઓને બંધ રાખવાનો આદેશ આપ્‍યો છે.
જણાવી દઈએ કે દમણમાં સતત ભારે વરસાદને કારણે જિલ્લા કલેક્‍ટરશ્રીએ સાવચેતીના પગલાં તરીકે આ પગલું લીધું છે. જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રા દ્વારા શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

Related posts

અખિલ ભારતીય ટ્રાન્‍સપોર્ટ એસો. આજે બગવાડા ટોલપ્‍લાઝા ઉપર ચક્કાજામ કરશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મીડિયા પ્રવક્‍તા મજીદ લધાણીની ઓલ ઈન્‍ડિયા મેમન જમાત ફેડરેશનના રાષ્ટ્રીય પ્રવક્‍તા તરીકે નિયુક્‍તિ

vartmanpravah

દાનહમાં 08 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

વરકુંડ-એ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ભામટીનો ભવ્‍ય વિજય

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર જિલ્લા સરકારી શાળાઓ માટે વરકુંડ કોમ્‍પલેક્ષનો રમતગમત મહોત્‍સવ સંપન્ન

vartmanpravah

પળગામ ચિરાખાડી ખાતેથી કેમીકલના જથ્‍થો સાથે બે ઝડપાયા

vartmanpravah

Leave a Comment