October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીનું છીરી ગામ નર્કાગાર બન્‍યું : ગંદકી વચ્‍ચે ધબકતું જનજીવન : કચરાની ગટરો વહી રહી છે

ગ્રામ પંચાયતની ઉદાસિનતાવચ્‍ચે ભંગારના ગોડાઉનો કચરો વરસાદમાં તણાઈ રહેણાંક વિસ્‍તારમાં વિસ્‍તર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી કુદકે ભૂસકે વિકસી ચૂક્‍યુ છે તેની ના નહી પણ વાપી સાથે સંલગ્ન રહેલા સ્‍લમ વિસ્‍તારોની હાલત ધારાવી મુંબઈ જેવી છે. વાપી પાસે આવેલા છીરી ગામની સ્‍થિતિ બદ્દથી બદતર ગંદકી અને કચરાના અંબાર મોટાભાગના રહેણાંક વિસ્‍તારમાં ઠલવાયેલા જોવા મળી રહ્યા છે.
છીરી એટલે મોટાભાગનો સ્‍લમ વિસ્‍તાર-મજૂરો અને કામદારોનો વિસ્‍તાર ધરાવતા છીરીમાં સામાન્‍ય રીતે કચરો રોડ કે રહેઠાણ વિસ્‍તારમાં જોવા મળે પણ અહીંથી આખે આખી ગટરો કચરાથી ઉભરાઈ ચૂકી છે તેમાં અતિશય વરસાદને કારણે પાણીના અયોગ્‍ય નિકાલને લઈ ઠેર ઠેર રહેઠાણ એરીયા પાણીમાં તરતા જોવા મળે છે. પંચાયતની બેદરકારી ગણો કે દિર્ઘદ્રષ્‍ટિનો અભાવ ગણો પણ સજા તો છીરીનો આમ આદમી ભોગવી રહ્યો છે. નાગરિકી સુવિધાઓ તો દૂર રહી પણ સામાન્‍ય જીવન જીવવું છીરી વિસ્‍તારમાં દોહ્યલુ બની ચૂક્‍યું છે. અહીં ગેરકાયદે ફાલી રહેલા અનિયંત્રિત ભંગારના ગોડાઉન પણ એટલા જ જવાબદાર છે. છેલ્લા કેટલાક વર્ષથી પંચાયતની એક હથ્‍થુ સત્તાએ છીરીને બેહાલ બનાવી દીધું છે.

Related posts

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

છેલ્લા 10 વર્ષથી ચાણોદ અંબે માતા મંદિરે નવરાત્રીમાં નવમાં નોરતે આરતી અને 11 કુવારીકાઓને ભોજન કરાવતા ગોયેલ દંપતિ

vartmanpravah

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

vartmanpravah

નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનનો કોન્‍સ્‍ટેબલ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

vartmanpravah

ફિલ્‍મી સ્‍ટાઈલે 18 કી.મી. પીછો કરી એલસીબીએ દારૂ ભરેલી ઓડી કાર કીકરલાથી ઝડપી

vartmanpravah

દાનહ વન વિભાગની ટીમે ખરડપાડા ગામે જંગલમાંથી સાગના લાકડા કાપતા ઈસમની કરી ધરપકડ

vartmanpravah

Leave a Comment