July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કોચરવા ભાજપ નેતા શૈલષ પટેલ હત્‍યા પ્રકરણમાં વધુ બે શાર્પશૂટર ઝડપાયા

વૈભવ હરીરામ યાદવ, દિનેશ મોતીચંદ ગૌડને પોલીસે ઝારખંડના ધનબાદ જિલ્લામાંથી દબોચ્‍યા : સેંકડો ગુના નોંધાયેલા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: ગત તા.08 મે ના રોજ કોચરવા, વાપી મહાદેવ મંદિર પાસે ભાજપના નેતા શૈલેષ પટેલ ઉપર ગોળીબાર કરી હત્‍યા થઈ હતી. 19 લાખમાં અપાયેલ સોપારીના આ હત્‍યા પ્રકરણમાં વધુ બે શાર્પશૂટરને પોલીસે ઝારખંડ રાજ્‍યના ધનબાદ જિલ્લામાંથી ઝડપીપાડયા છે. આ બે શાર્પશૂટર સાથે અત્‍યાર સુધીમાં કુલ 10 આરોપી ઝડપાઈ ગયા છે.
શૈલેષ પટેલની હત્‍યા બાદ પોલીસે હત્‍યા પ્રકરણની એક એક કડી ઉકેલી નાખી છે. અત્‍યાર સુધીમાં કોચરવાનો વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, શરદ ઉર્ફે શદીયો, અજય ગામીત, સત્‍યેન્‍દ્રસિંહ ઉર્ફે સોનુ રાજપૂત સહિત મદદગારી કરનાર નિલેશ આહિર, મિલન પટેલ, પરિક્ષિત આહીર સહિત પોલીસએ ઝારખંડ રાજ્‍યના ધનબાદ જિલ્લામાંથી વૈભવ હરીરામ યાદવ અને દિનેશ મોતીચંદ ગૌડ બે શાર્પશૂટરોને ધનબાદ પોલીસની મદદથી વલસાડ પોલીસે પકડી લીધા છે. બન્ને આરોપીઓ વિરૂધ્‍ધ ખંડણી, હત્‍યા, અપહરણ જેવા ઢગલાબંધ ગુનાઓ નોંધાયેલા છે. બે પૈકી એક શાર્પશૂટર આરોપી વૈભવ યાદવ બી.એ. સુધી ભણેલો છે. જ્‍યારે દિનેશ ગૌડ ધો.12 સુધી અભ્‍યાસ કરેલો છે. શનિવારે જિલ્લા પોલીસ વડા ઝાલા અને પોલીસ અધિકારીઓની ટીમે કોચરવા મંદિરે અને પંડોરની વાડીએ બન્ને શાર્પશૂટરો સાથે રિકન્‍સ્‍ટ્રકશન કર્યું હતું. આ શૂટરો અમનસીંગની ગેંગના સભ્‍ય છે. ગેંગમાં 50 જેટલા શાર્પશૂટરોએ અપરાધની દુનિયા વસાવેલી છે.

Related posts

દાનહઃ ખુશ્‍બુ કંપનીના વર્કરોએ પગાર વધારા મુદ્દે લેબર ઓફિસરને કરેલી રજૂઆત

vartmanpravah

પાલઘર મનોર હાઈવે ઉપર ગોઠવાયો પોલીસ કાફલો: વાઢવણબંદર વિરોધમાં રસ્‍તા રોકો આંદોલનની ચિમકી

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસના ભણકારા સાથે સુસ્‍વાગતમ્‌-2024: અલવિદા-2023

vartmanpravah

આયુષ્‍યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના સાથે જોડાવા માટે એક મહિનો બાકી છે

vartmanpravah

વડોદરા ખાતે યોજાયેલી આંતરરાષ્‍ટ્રીય મેરેથોનમાં વલસાડના 65 વર્ષીય રમેશભાઈએ તૃતિય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો

vartmanpravah

Leave a Comment