April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા દિક્ષલ ગામે થયેલ પેટ્રોલ પમ્‍પ લૂંટના વધુ બે આરોપી વાપીથી ઝડપાયા

ગત શુક્રવારે રાતે તેજસ પેટ્રોલીયમમાં
રૂા.7:34 લાખની લૂંટની ઘટના ઘટી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: કપરાડાના દિક્ષલ ગામે હાઈવે ઉપર આવેલ તેજસ પેટ્રોલ પમ્‍પ ઉપર ગત શુક્રવારે રાતે સાતથી આઠ ધાડપાડુઓએ પમ્‍પના કર્મચારીઓને બંધક બનાવી રૂા.7.34 લાખની દીલધડક લૂંટ ચલાવી હતી. આ લૂંટ પ્રકરણના એક પછી એક આરોપી ઝડપાઈ રહ્યા છે. પોલીસે વાપીથી વધુ બે આરોપીને ઝડપી લીધા છે.
દિક્ષલના તેજસ પેટ્રોલ પમ્‍પ ઉપર રાતે ત્રાટકેલા ધાડપાડુઓએ કર્મચારીને બંધક બનાવીને લોકર તોડી રૂા.7.34 લાખની રોકડ ચોરી ઈકો કારમાં ભાગી છૂટયા હતા. ઘટનાની પોલીસને જાણ કરાતા પોલીસે નાકાબંધી કરી હતી. જેમાં હોન્‍ડા ચેકપોસ્‍ટ ઉપર ઈકો કાર છોડી આરોપી ભાગેલા, જેમાં એક પકડાઈ ગયો હતો અને કાર મળી આવી હતી. ઘટના બાદ એલ.સી.બી.એ જુદી જુદી ટીમો બનાવી ગુનાના ઉકેલ માટે જબરજસ્‍થ કવાયત હાથ ધરી હતી. જેમાં સફળતા પણ મળી ગઈ છે. આ ગુનાના બે આરોપી વાપીથી ઝડપી લેવાયા છે. દિલીપ વરઠા રહે.તલાસરી પાલઘર અને બીજો હરેશ દશમા વારઘોડીયા લુહારી ગામ ખાડીપાડા સેલવાસનો છે.

Related posts

ધરમપુર ધસારપાડા ચોકડી પાસે બે બાઈક વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : બાઈક સવારનું સારવારમાં મોત

vartmanpravah

કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ સ્પર્ધાઓ મોકૂફ રાખવા બાબત

vartmanpravah

થાલા ગામે ગુલમોહરથી શોભી ઉઠેલી તળાવની પાળ

vartmanpravah

વાપી પાલિકા દ્વારા ભડકમોરા-સુલપડમાં રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વાંસદાનો કેલીયા ડેમ 70 ટકા ભરાયો

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારીમાં હવે ફરી સંભળાશે સિંહ-સિંહણની દહાડઃ 6ઠ્ઠી જાન્‍યુ.થી પ્રવાસીઓને મળશે લ્‍હાવો

vartmanpravah

Leave a Comment