October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્‍ટરને મણિપુરમાં અત્‍યાચારનો ભોગ બનેલ આદિવાસી સમાજની દિકરીઓને ન્‍યાય અપાવવા માટે અરજ કરી હતી.
દમણના ડેપ્‍યુટી કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં શ્રી ભાવિક હળપતિ, દમણ નગરપાલિકાના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી, દમણ જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી ધીરૂભાઈ ધોડી સહિત આગેવાનો જોડાયા હતા.
આવેદનપત્રમાં જણાવ્‍યુંહતું કે, મણિપુરની ઘટનાથી સમગ્ર દેશ શર્મસાર થયો છે. આજે 40 દિવસ પુરા થવા છતાં મણિપુર સળગી રહ્યું છે જેના કારણે આક્રોશ છે. રાષ્‍ટ્રપતિ અને પ્રધાનમંત્રીશ્રીને દમણ કલેક્‍ટરાલયના માધ્‍યમથી આવેદનપત્ર આપી દોષિઓને કડકમાં કડક સજા આપવાની માંગ કરી છે.

Related posts

ધરમપુરના બિલપુડી ગામે દુકાનોમાં જનતા રેડઃ અનેક દુકાનોમાં ઍક્સપાઈરી ડેટના ખાદ્ય પદાર્થો મળ્યા

vartmanpravah

જીઆઇડીસી કેન્‍દ્ર શાળા-વાપીના શિક્ષિકા કલાવતીબેનનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ઈન્‍ટર કલાસ સ્‍પોર્ટ્‍સ એન્‍ડ સાંસ્કૃતિક વિકની શરૂઆત

vartmanpravah

પારડીમાં કોંગ્રેસ દ્વારા પ્રચંડ બાઈક રેલી યોજાઈ

vartmanpravah

વાપીમાં કાર ચોરવા તસ્‍કરો સોસાયટીમાં ઘૂસ્‍યા: કાર ચોરીનો મેળ નહી પડતા જે મળ્‍યુ તે લઈ ભાગી છૂટયા

vartmanpravah

Leave a Comment