Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ગામડાઓમાંથી પસાર થનાર પાવરગ્રીડની હાઈટેન્શન લાઈન વચ્ચે આવતા ઘરો તથા જમીન માલિકોને નોટીસો દ્વારા સૂચિત કરાયા

ઘરના બદલામાં ઘર અને જમીનના બદલામાં જમીન માંગી રહ્ના છે લોકો

કંપની દ્વારા વળતર અંગેની કોઈ જાણકારી ન અપાતા
પ્રાંત કચેરી ખાતે શરૂ થઈ છે સુનાવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27: પારડી તાલુકાના કુંભારીયા, સુખલાવ, વેલપરવા, તીઘરા તથા સરોધી જેવા ગામોમાંથી પાવરગ્રીડ ઓફ ઈન્‍ડિયા કંપનીની હાઈટેન્‍શન લાઈન પસાર થઈ રહી છે. વચ્‍ચે આવતા જમીન તથા ઘર માલિકોને પોતાની જમીન તથા ઘર ખાલી કરી આપવા માટેની નોટીશ કંપની દ્વારા આપવામાં આવી છે પરંતું આ જમીન અને ઘર અંગેના વળતરની જાણ કરવામાં આવી નથી.
મુશ્‍કેલીમાં મુકાયેલા જમીન અને ઘર વિહોણા થયેલા લોકોના પ્રશ્નોની સુનવણી આજરોજ પારડી મામલતદારના પ્રાંત કચેરી ખાતે સુનવણી શરૂ થઈ રહી છે.
ભારત સરકાર કે રાજ્‍ય સરકારને ખેડૂતો પોતાની જમીન અને ઘરો આપવા માટે તૈયાર છે પરંતુ આ ઘર અને જમીનના બદલામાં એમને યોગ્‍ય વળતર અથવા જમીનના બદલામાં જમીન અને ઘરના બદલામાં ઘર મળે એવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અને એ માટે સરકાર અથવા સ્‍થાનિક નેતાઓ આગળ આવી ખેડૂતોની માંગ પૂર્ણ કરે એવી માંગ ખેડુતો કરી રહ્યા છે.

Related posts

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

વલસાડમાં નિર્વષા થઈ બાઈક ઉપર નિકળેલા યુવાનનો વિડીયો વાયરલ થતા ચકચાર

vartmanpravah

લ્‍યો કરો વાત..! રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના નિર્વાણ દિને પણ સેલવાસના સચદેવ બાલ ઉદ્યાનમાં ધૂળ ખાઈ રહેલી પ્રતિમા

vartmanpravah

વાપી જીઆઈડીસીની હેરંબા ઈન્ડસ્ટ્રીઝના બંને યુનિટને જીપીસીબીએ ફટકારેલી ક્લોઝર

vartmanpravah

છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્‍યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધા -2021નું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment