October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાત

પાલ ગામ સ્‍થિત શાળા ક્રમાંક 319માં કારગીલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે વીર વંદના કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ,તા.27 : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા પ્રાથમિક શાળા નં.319માં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાર્થના સંમેલનમાં વિદ્યાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. ત્‍યારબાદ કારગીલ વિજય દિન વિશે શાળાનાં સામાજિક વિજ્ઞાનનાં શિક્ષિકા શ્રીમતી નીમાબેન દારૂવાળાએ વિદ્યાર્થીઓને જાણકારી આપી જણાવ્‍યું હતું કે, સરહદનાં જવાનો આપણી સુરક્ષા માટે ખૂબ જ કષ્ટ વેઠે છે અને એમની આ ચોક્‍સાઈ અને શહાદતને કારણે આપણે સૌ સલામતીથી જીવી શકીએ છીએ. એટલે આજનાં દિવસે આપણે સૌએ શહીદોને યાદ કરી વંદન કરીએ.
વીર વંદના કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને વીર શહીદોનાં જીવન વિશે માહિતી આપવાનો ઉપક્રમ પણ શાળામાં ચાલે છે. જે સંદર્ભે શાળાનાં મુખ્‍યશિક્ષક શ્રી પ્રકાશભાઈ પરમારે પરમવીર ચક્ર વિજેતા શહીદ અબ્‍દુલ હમીદનાં જીવન અનેપરાક્રમ વિશે માહિતી રજૂ કરી વિદ્યાર્થીઓને દેશસેવા અંગે પ્રેરણા પૂરી પાડી હતી.

Related posts

કપરાડા તાલુકામાં રૂા. એક કરોડના ખર્ચે લાઇબ્રેરી કમ રીડિંગ સેન્‍ટર બનાવાશે

vartmanpravah

દાનહમાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીના ડુંગરામાં પત્‍ની ઉપર ચારિત્ર્યની શંકા રાખીકસાઈ પતિએ છરા વડે પત્‍નીનું માથું કાપી નાખી કરપીણ હત્‍યા કરી

vartmanpravah

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

વલસાડ સીટીમાં મેગા ડિમોલિશનનો આરંભ : પાલિકા અને પોલીસે કમર કસી

vartmanpravah

વાપી ફેલોશીપ સ્‍કૂલ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ટોપ રહી

vartmanpravah

Leave a Comment