Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખ્રિસ્તી મિશનરીનો દેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરીને શિક્ષણ દ્વારા જે તે દેશની મૂળ સંસ્કૃતિનો નાશ કરીને નવું સાંસ્કૃતિક ખ્રિસ્તીસ્થાન ઉભું કરવાનો રહેલો મુખ્ય હેતુ

  • આજે કોન્વેન્ટમાં ભણતા સમાજના બુદ્ધિશાળી વર્ગમાંથી ૭૦ થી ૮૦ ટકા લોકો તો તેમના જ (ગુલામી માનસિકતાવાળા)થઈ જાય છે પરિણામે સરકારી અધિકારી, રાજકારણી, ઍવા અનેક ક્ષેત્રોમાં સમાજનું નેતૃત્વ કરતા લોકો ‘સવાઈ અંગ્રેજ’ કહેવાય તેવા હોય છે

  • ..તે સમયની સામાજિક વ્યવસ્થા અનુસાર તે બ્રાહ્મણોઍ પોતે પણ વટલાઈ ગયાનું માની લીધું આ દક્ષિણ કર્ણાટક, તામિલનાડુ, ઉત્તર કેરળ અને દક્ષિણ આન્ધ્રપ્રદેશમાં મોટા પાયે થયેલું ધમા*તરણ આ જરાક અમસ્તા પાણીના છંટકાવને કારણે જ થયું

(..ગતાંકથી ચાલુ)
મરાઠીના પ્રથમ જ્ઞાનકોશ રચયિતા ડૉ. શ્રીધર વ્‍યંકટેશ કેતકરે પોતાના ગ્રંથની પ્રસ્‍તાવનામાં આ બાબતનું વિસ્‍તૃત વિવરણ કરેલું છે. ખરેખર તો તે સમયે પરિસ્‍થિતિ આજની તુલનામાં ઘણી વિકટ હતી. છતાં તેમણે જે આશાવાદ પ્રગટ કર્યો છે તે અજોડ છે. તેઓ લખે છે, ‘અત્‍યારે આપણે સર્વવ્‍યાપી દુર્ભાગ્‍ય જોઈ રહ્યા છીએ. આશાનું કિરણ પણ નજરે પડતું નથી. સમગ્ર વાતાવરણ પ્રતિકૂળ દિશામાં જઈ રહ્યું છે. આક્રમકોની ચાલ આવતાં હજાર વર્ષોનો વિચાર કરીને અહીં મૂળિયાં રોપવાની છે. છતાં, અત્‍યાર સુધીનો ઇતિહાસ જોતાં અને જે પ્રતિકૂળ વાતાવરણમાં અહીં યુગપુરૂષો થઈ ગયા તેનો વિચાર કરતાં આવનાર પેઢી આવતાં સો વર્ષોમાં ઉદ્‌ભવનારી સમસ્‍યાઓનો પ્રતિકાર કરી શકશે નહીં એમ માનવા માટે કોઈ કારણ નથી. એ પેઢી આક્રમકોનો જવાબ તો માગશે જ પણ તે ઉપરાંત આક્રમણ થઈ રહ્યું હતું ત્‍યારે તટસ્‍થતાથી, શાંતિથી જોઈરહેનારા પોતાના પૂર્વજોનો એટલે કે મારો, તમારો સહુનો જવાબ પણ માંગશે’ ડૉ. કેતકરનું આ વિવેચન નિરાશાની ગર્તામાં, ડૂબેલાને ધીરજ બંધાવે છે અને બળ પણ આપે છે.
પરંતુ આ આક્રમણ અને પ્રતિઆક્રમણનો વિચાર કરતી વખતે પ્રથમ આપણા પરાજયનાં કારણનો વિચાર થવો જરૂરી છે. આપણા પરાજયનાં કારણોમાં જેમ આપણા પોતાના દોષ હોય છે તેમ જ આક્રમકોની કુશળતા પણ હોય છે. ભારતીય સમાજ માટે સોળમી સદીમાં ખ્રિસ્‍તી મિશનરી ડિનોબિલીએ કરેલું વિવેચન આપણા દોષ અને આક્રમકોની કુશળતા દર્શાવનારૂં છે તે સાથે જ આપણી આંખ ઉઘાડનારૂં પણ છે. ઝેવિયરે ગોવામાં કરેલી દસ લાખ લોકોની સામૂહિક કતલ અને દસ લાખ લોકોના ધર્મ પતિવર્તનના પ્રચંડ કાર્ય માટે તેણે કરેલું વર્ણન મિશનરીઓની સાથે જ તેમનો પ્રતિકાર કરી રહેલા કાર્યકર્તાઓ માટે તથા મારા તમારા જેવા નાગરિકો માટે પણ માર્ગદર્શક બને એવું છે.
ઝેવિયરના મૃત્‍યુ પછી લગભગ પંદર વર્ષે નિડોબિલી ભારતમાં આવ્‍યો. તેણે ભારતીય સમાજનો અભ્‍યાસ કર્યો. ભારતમાં ખ્રિસ્‍તી ધર્મના પ્રસાર માટેની તેની કાર્યપદ્ધતિ દર્શાવતો પત્ર તેણે રોમના પોપને લખ્‍યો. તેમાં તેણે લખ્‍યું, ‘ઝેવિયરે ભારતમાં જે રીતે કાર્ય કર્યું છે એવું કાર્ય આવા સો ઝેવિયર મળીને કરે અને આનાથી સો ગણી સફળતામેળવે તો પણ ભારતમાં આપણું વર્ચસ્‍વ સ્‍થાપિત કરવાના કાર્યમાં તેનો કોઈ ઉપયોગ થશે નહીં, કારણ કે તેણે સમાજના જે ભાગમાં કામ કર્યું છે તેમની પાસે સમાજનું નેતૃત્‍વ નથી.’ તેની ભાષામાં તેણે નીચલી જાતિ અને અસ્‍પૃશ્‍ય એવો ઉલ્લેખ કર્યો છે. તે આગળ લખે છે, ‘જ્‍યાં સુધી સમાજનું નેતૃત્‍વ કરતા સુશિક્ષિત અને વિદ્વાન વર્ગમાં આ કામ પહોંચતુ નથી ત્‍યાં સુધી તેનું પરિણામ શૂન્‍ય જ રહેશે. આ નેતૃત્‍વ કરનારા લોકોમાં આ કામ કરવું ભલે અઘરૂં લાગતું હોય તો પણ તેમ જ કરવું પડશે.’
બ્રાહ્મણ વર્ગનો તથા તેમની ખાસિયતોનો અભ્‍યાસ કર્યા પછી બીજા પત્રમાં તે લેખછે, ‘અહીંના બ્રાહ્મણ સમાજનો મેં પૂર્ણ અભ્‍યાસ કર્યો છે. તેથી અહીંના હજારો બ્રાહ્મણોને હું ખ્રિસ્‍તી બનાવી શકીશ એવો મને પૂર્ણ વિશ્વાસ છે.’ આમાં આヘર્યની વાત એ જ છે કે તેનો ત્રીજો અહેવાલ ખરેખર હજારો બ્રાહ્મણોને ખ્રિસ્‍તી બનાવવાનો જ હતો. પરંતુ આના કરતાં પણ વધુ આヘર્યની અને વિચારવાની વાત તો તેણે આ કાર્ય માટે અપનાવેલી પદ્ધતિ છે.
બ્રાહ્મણોને ખ્રિસ્‍તી બનાવવાનો સંકલ્‍પ કર્યા પછી તે આ સમાજમાં એકરસ થઈ ગયો હોય એવું દર્શાવતો હતો. બધાંનો વિશ્વાસ સંપાદન કરીને ધીમે ધીમે તેણે બાઇબલનો પ્રચાર કરવાની શરૂઆત કરી. વૈદિક ધર્મના ચાર વેદો પ્રમાણે જ આ પાંચમો વેદ છે અનેએટલો જ પવિત્ર છે એવી વાત તેણે વહેતી કરી. આગળ જતાં ચાર વેદોની વાત પાછળ રાખીને, પાંચમા વેદની વાત જ તે કરતો રહ્યો. સમય જતાં મેક્‍સમૂલરે જેમ વેદો પર વિવેચન કરવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો તે જ રીતે ડિનોબિલીએ વેદપઠનમાં બેસવાનો અધિકાર મેળવી લીધો, અને બ્રાહ્મણોની સભા ભરીને તેમના વેદ પઠનની સાથે પોતાના પાંચમા વેદ પઠનનો ઉપક્રમ શરૂ થર્યો. સોળમી સદીના ઉત્તરાર્ધ સુધીમાં તો દક્ષિણ ભારતમાં કામ કરતા ડિનોબિલીને ‘વેદમૂર્તિ’ કહેવા સુધી વાત પહોંચી ગઈ. વેદપઠનની પ્રત્‍યેક સભાના અંતે તે વેદોના તીર્થજળની જેમ જ આ પાંચમા વેદના તીર્થજળનો છંટકાવ થયેલા બ્રાહ્મણોને એ એકમાત્ર કારણથી બાકીના બ્રાહ્મણોએ નાતબહાર મૂકી દીધા. તેઓ નાતબહાર થાય કે તરત ડિનોબિલીએ ‘તમે ખ્રિસ્‍તી થઈ ગયા’ તેમ જાહેર કરી દીધું. તે સમયની સામાજિક વ્‍યવસ્‍થા અનુસાર તે બ્રાહ્મણોએ પોતે પણ વટલાઈ ગયાનું માની લીધું. આ દક્ષિણ કર્ણાટક, તામિલનાડુ, ઉત્તર કેરળ અને દક્ષિણ આન્‍ધ્રપ્રદેશમાં મોટા પાયે થયેલું ધર્માંતરણ આ જરાક અમસ્‍તા પાણીના છંટકાવને કારણે જ થયું. છે ને વિધિની વિચિત્રતા!
સામાજિક નેતૃત્‍વને ‘લક્ષ્ય’ બનાવીને શરૂ થયેલું આ તંત્ર આગળ જતાં અનેક પરિણામોમાં વિકસિત થતું રહ્યું. તેમાંનું એક પરિમાણ એટલે અંગ્રેજીશિક્ષણ પદ્ધતિ. દેશમાં અંગ્રેજી માધ્‍યમની શાળાઓ શરૂ કરીને શિક્ષણ દ્વારા જે તે દેશની મૂળ સંસ્‍કૃતિનો નાશ કરીને નવું સાંસ્‍કૃતિક ખ્રિસ્‍તીસ્‍થાન ઉભું કરવું એ તેમનો મુખ્‍ય હેતુ રહ્યો હતો. એનું પરિણામ આજે આપણી સમક્ષ છે જ. કોન્‍વેન્‍ટમાં ભણતા સમાજના બુદ્ધિશાળી વર્ગમાંથી 70 થી 80 ટકા લોકો તો તેમના જ થઈ જાય છે. પરિણામે સરકારી અધિકારી, રાજકારણી, એવા અનેક ક્ષેત્રોમાં સમાજનું નેતૃત્‍વ કરતા લોકો ‘સવાઈ અંગ્રેજ’ કહેવાય તેવા હોય છે. શિક્ષણ ક્ષેત્ર સાથે અને તે સિવાય પણ ડિનોબિલીએ મિશનરીઓના કાર્યનું પરિમાણ જ બદલી નાખ્‍યું. પ્રત્‍યેક ભારતીયને સંસ્‍કૃત ભાષા, ભગવો રંગ અને આધ્‍યાત્‍મિક વાતો આકર્ષિત કરે છે, અને સમાજમાં પણ આ ત્રણ વસ્‍તુ સન્‍માનીય ગણાય છે એવા અવલોકનને આધારે મિશનરીઓ સંસ્‍કૃત ભાષાનું શિક્ષણ લે છે. વેદ, ગીતા, ઉપનિષદો વિષે આકર્ષક પુસ્‍તકો અને ગ્રંથો પ્રકાશિત કરે છે.
ઈ.સ. 1962માં બીજા વેટિકને આપેલો ‘સ્‍થાનિક સંસ્‍કૃતિ સાથે એકરસ’થઈ જવાનો આદેશ પછીનાં ત્રીજા પાંત્રીસ વર્ષમાં આ દેશના ખ્રિસ્‍તી મિશનરીઓ માટે માર્ગદર્શક બન્‍યો છે. આ આદેશ અનુસાર અનેક ઠેકાણે ખ્રિસ્‍તી લોકો સ્‍થાનિક સંસ્‍કૃતિમાં ભળી ગયા હોય એવું બાહ્ય રીતે દેખાય છે, પરંતુ એમાંથી ઉદ્‌ભવતા પરિમાણ તરફ કોઈનીનજર જતી જ નથી. ગોવાની સંસ્‍કૃતિ સાથે, કોંકણી ભાષા સાથે તેઓ એટલા એકરૂપ થઈ ગયા કે ત્‍યાં મરાઠી ભાષાનું અસ્‍તિત્‍વ પણ અસ્‍વીકાર્ય બનવા સુધી વાત પહોંચી ગઈ. આજના સંદર્ભમાં 1990થી મહારાષ્‍ટ્ર, ગુજરાત, મધ્‍યપ્રદેશની સીમા પર ચાલતું ‘નર્મદા બચાવો’ આંદોલન પણ એ વિષયનો સમગ્ર રીતે વિચાર કરતા, મિશનરીઓએ જ શરૂ કર્યું હોય તેમ જણાઈ આવે છે. આવી વાતો જાહેર થાય ત્‍યારે તેઓ તેના પુરાવા માગે છે. પરંતુ વ્‍યક્‍તિગત અને માનસિક સ્‍તરે શરૂ થતી આવા આંદોલનની પ્રક્રિયા પ્રત્‍યક્ષ કૃતિમાં પરિણમે ત્‍યાં સુધીના દૃશ્‍ય પુરાવા તો સંભવી શકે નહીં. તેથી જ આ બધાં કાર્યોની દશા અને દિશા તાર્કિક વિચારથી જ સમજવી પડે.

(ક્રમશઃ)

Related posts

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં જામનારો ચતુષ્‍કોણિય જંગઃ શિવસેનાને પોતાનું સત્તાવાર નિશાન તીરકામઠું નહીં મળતાં પ્રથમ ગ્રાસે મક્ષિકા

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનના શાળાકીય રમતોત્‍સવમાં મોટી દમણ કોમ્‍પ્‍લેક્ષમાં ચેમ્‍પિયન બનેલી દમણવાડા અપર પ્રાઈમરી સ્‍કૂલ

vartmanpravah

નવસારી સ્‍ટેશનરી મર્ચન્‍ટસ એન્ડ મેન્‍યુ. એસોસિએશન દ્વારા ઈટાળવા ખાતે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

vartmanpravah

દાનહના રાંધા ગ્રામ પંચાયતમાં કુપોષણ વિરુદ્ધ અભિયાન હેતુ નોડલ અધિકારી સાગર ઠક્કરે યોજેલી બેઠક

vartmanpravah

Leave a Comment