Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

કુલ ૫૪૩ ટીમમાં ૧૦૮૬ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો

સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ, કોન્વેન્ટ સ્કૂલ અને ઉમરગામની મહેતા સ્કૂલના વિદ્યાર્થી વિજેતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૩: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કલેકટર શ્વેતાબેન અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સમગ્ર વલસાડ જિલ્લાની દરેક શાળાઓ એક સાથે મળીને ક્વિઝ રમે તેવી વ્યવસ્થા ઓનલાઈન ગૂગલ ફોર્મ પર યોજાઈ હતી. જેમાં ક્વિઝ માસ્ટર તરીકે વલસાડનાં ટ્રેનર દીપેશ શાહ દ્વારા માહિતી પૂરી પાડી અને ઓનલાઈન ક્વિઝ કોમ્પિટીશન રમાડવામાં આવી હતી.
આ સ્પર્ધામાં કુલ ૫૪૩ ટીમોમાં ૧૦૮૬ વિદ્યાર્થીઓ રમ્યા હતા. દરેક તાલુકામાંથી પ્રથમ પાંચ ટીમોને વલસાડ શહેરની ગાંધી લાઈબ્રેરી ખાતે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તાલુકા કક્ષાએ વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ ડેપ્યુટી કલેકટર શ્વેતાબેન પટેલ, વલસાડ નગરપાલિકાનાં ઇજનેર હિતેશ પટેલ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા. બીજા રાઉન્ડમાં ઓનલાઈન અને ઓફ્લાઇન સવાલ જવાબો દ્વારા ક્વિઝ દીપેશ શાહ દ્વારા રમાડવામાં આવી હતી. જિલ્લા કક્ષાના વિજેતા તરીકે વાપી સલવાવ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળનાં તીર્થ પટેલ અને ઉત્તમ ટાંક રહ્યા હતા. બીજા ક્રમે વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલનાં જશ કનોજીયા અને યુવરાજ ધનાંની રહ્યા હતા. ત્રીજા ક્રમે ઉમરગામ તાલુકાની એમ. કે. મહેતા શાળાનાં વિદ્યાર્થીઓ વિજેતા બન્યા હતા. આ સર્વેને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર ક્વિઝને વખાણવામાં આવી હતી.

Related posts

સ્‍વાતંત્ર્ય પર્વે વલસાડ જિલ્લાના તબીબો પણ દેશભક્‍તિના રંગે રંગાયા, સ્‍વંય ગીતની રચના કરી સૈનિકોના પાત્રમાં સંઘર્ષ ગાથા રજૂ કરી

vartmanpravah

ભારત સરકારના ડાયરેક્‍ટોરેટ ઓફ એન્‍ફોર્સમેન્‍ટ (ઈડી)ના સર્વેમાં દમણમાં સુખા પટેલ અને તેની મંડળીના રહેણાંક-વેપારીક સ્‍થળેથી કરોડોની રોકડ સહિત 100 કરતા વધુ બેનામી સંપત્તિનો થયેલો ઘટસ્‍ફોટ

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

vartmanpravah

વાપી ચલા પ્રમુખ ઓરા ટાઉનશીપ ફલેટ ધારકોનો ડેવલોપર વિરૂધ્‍ધ હલ્લાબોલ : મામલો ઉગ્ર બનતા પોલીસ દોડી

vartmanpravah

ભામટી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં સાદગી અને શૌર્ય સાથે 62મા મુક્‍તિ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડના રોણવેલ અને નાની સરોણ ગામે બે પ્રેમી પંખીડાઓનો મોબાઈલ ઉપર વાત થયા પછી જીવનનો અંત: પ્રેમિકાની હત્યા કરી પ્રેમીનો પણ આપઘાત

vartmanpravah

Leave a Comment