Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મનિષ દેસાઈની જગ્‍યાએ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી બનતાં સુનિલ પાટીલ

પ્રદેશ ભાજપના મહામંત્રી બનેલા સુનિલ પાટીલ પૂર્વ પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરના ખુબ જ નજીકના કાર્યકર હોવાની ગણના

શ્રી સુનિલ પાટીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપે મહામંત્રી શ્રી મનિષ દેસાઈને હટાવી તેમના સ્‍થાને શ્રી સુનિલ પાટીલની નિયુક્‍તિ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે કરી છે. હાલમાં દાદરા નગર હવેલીના શ્રી મહેશ ગાવિત પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત છે અને શ્રી સુનિલ પાટીલ પણ દાદરા નગર હવેલીના હોવાથી ફરી એક વખત દાદરા નગર હવેલીને જ બંને મહામંત્રીઓ માટે તક આપી છે.
શ્રી સુનિલ પાટીલની ગણતરી પ્રદેશ ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરના ખુબ જ નજીકના કાર્યકર તરીકે થાય છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે તેમનો ચહેરો પણ નવો હોવા છતાં પ્રદેશ મહામંત્રી શ્રી મહેશ ગાવિતની સાથે પક્ષને સબળ નેતૃતત્‍વ આપશે એવી આશા રાખવામાં આવી રહી છે.

Related posts

સંઘપ્રદેશોની વિવિધ પંચાયતોમાં વડ, પીપળો અને ઉંબરાના છોડોનું કરાયેલું વાવેતર

vartmanpravah

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

vartmanpravah

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

vartmanpravah

વલસાડથી પારડી પો.સ્‍ટે.માં ફરજ પર જવા નિકળેલ કોન્‍સ્‍ટેબલની બાઈકને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં મેંગો-ડે ની ઉજવણી

vartmanpravah

ઉમરગામ પાલિકાના વિકાસની રફતાર તેજ

vartmanpravah

Leave a Comment