September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

સુફીયાન અશરફભાઈ મનિષ એલ્‍યુમિનિયમમાં નોકરી કરતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી વી.આઈ.એ. ચાર રસ્‍તા ઉપર આવેલ એક એલ્‍યુમિનિયમની દુકાનમાં ફરજ બજાવતો યુવક 04 જુલાઈના રોજ નમાજ પઢવાનું શેઠને જણાવી નિકળેલ હતો. તેનુ બાઈક ચાવી સાથે દમણગંગા પુલના છેડે મળી આવેલ છે તેથી પિતાએ ઉદ્યોગનગર પો.સ્‍ટે.માં પૂત્ર ગુમ થવાની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો પોલીસ સુત્રો મુજબ 21 વર્ષિય સુફીયાન અશરફભાઈ કાળવાતર રહે.હરિયા પાર્ક, સનરાજ એવન્‍યું, ફલેટ નં.503, વી.આઈ.એ. ચાર રસ્‍તા પાસે આવેલ મનિષ એલ્‍યુમિનિયમ નામની દુકાનમાં ફરજ બજાવે છે. ગત તા.04ના રોજ સુફીયાન તેની મો.સા. નં.જીજે 15 ક્‍યુંક્‍યું 2778 લઈને દુકાને શેઠને જણાવેલ કે નમાજ પઢવા જાઉ છું કહી નિકળેલો હતો. ત્‍યાર બાદ સુફીયાનની બાઈક ચાવી સાથે દમણગંગા નદી પુલનાછેડેથી મળી આવી છે તેથી પિતા અશરફ અબ્‍દુલભાઈએ ઉદ્યોગનગર પો.સ્‍ટે.માં પૂત્ર ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. માહિતી મળે તો પો.સ્‍ટે.માં જાણ કરવાની વિનંતી કરાઈ છે.

Related posts

દાનહ પોલીસે દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી ચોરી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડમાં વધુ એક પરિણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ હરિફાઈ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

vartmanpravah

બીલીપત્રનું વૃક્ષ : પાનખર બાદ હવે નવપલ્લવિત થવા વસંતનો ઈંતેઝાર

vartmanpravah

Leave a Comment