December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં સુરક્ષા અને માસિક સ્‍વચ્‍છતા જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક સલવાવમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને માસિક સ્‍વરછતા જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ગુડ ટચ બેડ ટચ અંગેની જાણકારી આપી પોતાની સુરક્ષા માટે કેવા પ્રકારની કાળજી લઈ શકાય તેમજ કિશોરાવસ્‍થા દરમિયાન માસિક ધર્મ સમયે સ્‍વચ્‍છતા જાળવવા માટે સ્‍વચ્‍છ નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ જેથી અનેક રોગોથી બચી શકાય છે જેવી ધ્‍યાનમાં રાખવા જેવી બાબતો વિશેપણ માહિતી આપવામાં આવી હતી. યોજાયેલ કાર્યક્રમમાં ધોરણ 6 થી 12ની તમામ વિદ્યાર્થીનીઓને શાળાની શિક્ષિકાઓ ગીતાબેન ચૌધરી, પ્રિયંકાબેન પરમાર, નેહલ પટેલ, માનસી કેવત, નમ્રતા ડાકે, અદિતિ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓના મૂંઝવતા પ્રશ્નો સાંભળી યોગ્‍ય પ્રત્‍યુત્તર આપી તેમજ આવશ્‍યક સૂચનો આપી માહિતી અને સમજણ પૂરી પાડવામાં આવી હતી.

Related posts

મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં નૉટબુક વિતરણની સાથે જન્માષ્ટમી કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ ખાતે સ્‍વામિત્‍વ યોજનાના અમલનો પ્રારંભ : આજથી રાંધા પટેલાદમાં ચૂના માર્કિંગનો પ્રારંભ

vartmanpravah

આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્‍યુકેશન વાપીમાં હિન્દી દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

વાપીમાં મહિલા જીઆરડીએ કોન્‍સ્‍ટેબલ ઉપર બળાત્‍કારનો આરોપ મુકતા ચકચાર

vartmanpravah

નાની દમણના વાત્‍સલ્‍ય શૈશવ શાળાના પટાંગણમાં યોજાયેલ ડાયાબીટીસ જાગૃતતા શિબિર

vartmanpravah

Leave a Comment