Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દરેક ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી, મારો દેશ’ અંતર્ગત ‘માટીને નમન વીરોને વંદન’ થીમ ઉપર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
માતૃભૂમિની સ્‍વતંત્રતા અને ગૌરવની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર વીરોને નમન કરતી શિલાફલ્‍કમ બનાવવામાં આવી છે. ગામના વડીલો, સરપંચો તથા અધિકારીઓ-પદાધિકારીઓની ઉપસ્‍થિતિમાં મહાનુભાવોએ હાથમાં દીવો લઈ વીરોને વંદન કર્યા હતા.
પ્રારંભમાં શિલાફલ્‍કમના સ્‍થળની નજીક વૃક્ષારોપણ કરી માટીને નમન અને વીરોને વંદન કરાયું હતું. બાદમાં પંચપ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્‍ટ્રપતિની ભાવના ઉજાગર કરી હતી. સરપંચોના હસ્‍તે ધ્‍વજવંદન કરી રાષ્‍ટ્રગાન કરવામાં આવ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ માતૃભૂમિ પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્‍માન કરવા દેશભરમાં યોજાઈ રહ્યો છે.

Related posts

સ્‍વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વિદ્યાર્થી સંઘના નેતા વિશાલ પટેલ અને વિશ્વા પટેલ દ્વારા નાની દમણના દિલીપનગર ગ્રાઉન્‍ડમાં સ્‍ટુડન્‍ટ પ્રીમિયર લીગનું કરાયેલું આયોજન

vartmanpravah

ધરમપુરના દુર્ગમ વિસ્‍તાર ઉલસપેંડી ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્‍યા

vartmanpravah

વલસાડ તા.પં. ભાજપ સભ્‍યના રહેઠાણમાં દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

ગેસ ગળતરથી બે કામદારોના મોત પ્રકરણમાં વાપીની સરના કેમિકલ કંપનીને ક્લોઝર અને રૂા. પ૦ લાખનો દંડ

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

ભારતના રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની પસંદગીને દમણની તમામ પંચાયતોએ આવકારી

vartmanpravah

Leave a Comment