Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘મારી માટી, મારો દેશ’, ‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં 1971ના ભારત-પાકિસ્‍તાન વચ્‍ચેના યુદ્ધમાં ફૌજી તરીકે લડનારા શ્રી અમ્રતભાઈ કે. રાઠોડનું તેમના ઘરે જઈ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય સેનાના નિવૃત્ત સૈનિક શ્રી અમ્રતભાઈ કે. રાઠોડની તબિયત નાદુરસ્‍ત હોવાના કારણે તેઓ સવારે કાર્યક્રમ સ્‍થળ સુધી પહોંચી નહીં શક્‍યા હતા. જેની નોંધ લઈ દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં પંચાયતની ટીમ ફૌજીના ઘરે પહોંચી તેમનું આદર સાથે સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સરપંચ શ્રી દ્વારા શાલ ઓઢાડી સ્‍મૃતિ પત્ર આપી તેમનું અભિવાદન કરાયું હતું અને તેમના તંદુરસ્‍ત નિરોગી જીવનની કામના પણ કરી હતી. આ કાર્યક્રમમાં પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલ, શ્રી રોહિત ગોહિલ વગેરે જોડાયા હતા.

Related posts

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં સામાન્‍ય વરસાદથી જ રસ્‍તાઓની હલત બદતર

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવ કોલેજ દીવના સ્‍વયંસેવકો દ્વારા ‘આઝાદી કા અમળત મહોત્‍સવ’ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે હળવા આસનો તેમજ સૂર્ય નમસ્‍કાર કાર્યક્રમનું આયોજન

vartmanpravah

વલસાડ શહેરમાં પુસ્‍તક પરબ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

Leave a Comment