January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં આન બાન શાનથી સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ વિદ્યાર્થીઓને ભ્રષ્‍ટાચાર, ગંદકી, અસમાનતા તથા નિરક્ષરતા જેવી બદીમાંથી આઝાદ થવા કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં 77મા સ્‍વાંત્ર્ય દિનની ઉજવણી આનંદ, ઉત્‍સાહ અને ઉલ્લાસથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાતફેરી કાઢી દેશભક્‍તિના નારા પણ લગાવવામાં આવ્‍યા હતા.
સ્‍વાતંત્ર્ય દિનના પ્રસંગેઆયોજીત સમારંભમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ તિરંગો લહેરાવી પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, આઝાદીની લડત લડવાની આપણાંમાંથી કોઈને તક મળી નથી. તેથી આપણે હવે ભ્રષ્‍ટાચાર, ગંદકી, અસમાનતા તથા નિરક્ષરતા જેવી બદીમાંથી આઝાદ થવા લડત લડવાની છે. તેમણે વિદ્યાર્થીઓનો હોંશલો બુલંદ કરતાં જણાવ્‍યું હતું કે, સતત ત્રણ વર્ષથી આ શાળાનું પરિણામ જિલ્લા અને પ્રદેશમાં પ્રથમ આવી રહ્યું છે. તેથી અહીં શિક્ષણ સારૂં જ મળે છે એમાં કોઈ બેમત નથી. તેમણે ખાસ ભાર આપ્‍યો હતો કે, આ વર્ષે પણ ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓએ સારા માર્ક્‍સની સાથે પાસ થઈ શાળા અને પંચાયતનું નામ રોશન કરવાનું છે. તેમણે શાળાના આચાર્ય શ્રી હરેન્‍દ્ર પાઠકને ખાસ અભિનંદન આપતાં જણાવ્‍યું હતું કે, તમારા ટીમવર્કના કારણે આ પરિણામ શક્‍ય બની રહ્યું છે. આવતા દિવસોમાં દમણવાડા ગ્રામ પંચાયત તમારૂં અભિવાદન પણ કરવાની ઈચ્‍છા ધરાવે છે.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ સંઘપ્રદેશમાં પ્રધાનમંત્રીશ્રીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસકશ્રીના અથાક પ્રયાસોથી ઉચ્‍ચ શિક્ષણના ઉઘડેલા દ્વારનો લાભ લેવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.
બાળકો દ્વારા વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા દમણવાડાહાયર સેકન્‍ડરી સ્‍કૂલના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી હરેન્‍દ્ર પાઠક અને ઉચ્‍ચ પ્રાથમિક વિભાગના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી પિનલબેન પટેલના નેતૃત્‍વમાં તમામ શિક્ષકો અને સ્‍ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

દીવ ન.પા.ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરાવી બેસાડવાના નામ ઉપર દુકાન ચલાવનારાઓ બેઆબરૂ

vartmanpravah

ઉમરગામ પાલિકાના પ્રમુખનો તાજમનીષ રાયના શિરે અને ઉપ પ્રમુખ તરીકે જયશ્રીબેન માછી

vartmanpravah

વલસાડ ખાતે 400 મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્‍ય તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના અતિ બિસ્‍માર રસ્‍તાઓનો લોકસભામા ઉઠાવેલો મુદ્દો

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રતિનિધિ મંડળ સાથે દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની તેમના નિવાસ સ્‍થાને લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

vartmanpravah

Leave a Comment