Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

સમુહ આરતીમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, પાલિકા માજી પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ સહિત વાપીના અગ્રણી જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી ડુંગરામાં પાંચ શિવલીંગ ધરાવતા પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસે ભક્‍તો મોટા પ્રમાણમાં ઉમટી દર્શનનો લાભ લઈ રહ્યા છે. આ દિવ્‍ય મંદિરમાં મહા સમુહ આરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં વાપીના અગ્રણી જોડાઈને આરતીનો લાભ લીધો હતો. સાથે સાથે અહીંથી શિરડી સાંઈબાબા પદયાત્રીઓને પ્રસ્‍થાન પણ કરાવાયા હતા.
ગામના લોકોનું માનવું છે કે, અહીં જ્‍યારથી ભગવાન શિવના સ્‍વયંભુ 5 શિવલીંગ મળ્‍યા છે ત્‍યારથી આ વિસ્‍તાર પ્રગતિ કરી રહ્યો છે. બુલેટ ટ્રેનનું સ્‍ટેશન પણ આ વિસ્‍તારને મળ્‍યું છે. શ્રાવણ માસ અંતર્ગત મહા આરતીનું મંદિરમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાંવી.આઈ.એ.ના પ્રમુખ સતિષભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, દર્પણ દેસાઈ, ટ્રસ્‍ટી નાથુભાઈ પટેલ સહિત સેંકડો શિવ ભક્‍તોએ આરતી પૂજાનો લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી. ડુંગરાનું પંચકેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક છે અને લોકોની ખુબ આસ્‍થા આ મંદિર સાથે રહેલી છે.

Related posts

કોરોમંડલ મેડિકલ સેન્‍ટર ખાતે સરીગામ સહિતના આજુબાજુના 52,874 દર્દીઓએ લીધેલો હેલ્‍થકેર સુવિધાનો લાભ

vartmanpravah

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

સેલવાસ-ખાનવેલ રોડનું કામ ગોકળગતિએ ચાલતા વારંવાર સર્જાઈ રહેલો ટ્રાફિકજામ

vartmanpravah

દીવ નગરપાલિકાના નવનિયુક્‍ત પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશભાઈ સોલંકી અને ઉપ પ્રમુખ શ્રી હરેશભાઈ કાપડિયાની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં તણાઈ જતા મોત

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન સંપન્ન

vartmanpravah

Leave a Comment