October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએ દ્વારા ભારતીય માનક બ્‍યુરો વિષયક અવેરનેસ સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન અને ભારતીય માનકબ્‍યુરો, સુરત દ્વારા સંયુક્‍ત રીતે, જુદી જુદી પ્રોડક્‍ટ માટે બીઆઈએસ (કે જે પહેલા આઈએસઆઈ તરીકે ઓળખાતું હતું) સર્ટિફિકેટ અને ક્‍વોલિટી કંટ્રોલ કોમ્‍પ્‍લાયન્‍સ નોમ્‍સ વિષે માહિતગાર કરવા માટે આજરોજ એક અવેરનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્‍યુ હતું.
આ પ્રોગ્રામમાં બીઆઈએસના વરિષ્ઠ નિર્દેશક અને વડા, શ્રી એસ. કે. સિંઘ દ્વારા પ્રેઝન્‍ટેશનની મદદથી જણાવવામાં આવ્‍યું કે, કંપનીમાં બનતી અનેક પ્રોડક્‍ટ્‍સ માટે બીઆઈએસ માર્ક લગાવવું કમ્‍પલસરી છે, તેમણે આવી પ્રોડક્‍ટ્‍સની લિસ્‍ટ જણાવી ઉમેર્યું કે, આ લિસ્‍ટમાં આવનાર 2 મહિનામાં બીજી 600 પ્રોડક્‍ટ્‍સનો ઉમેરો કરવામાં આવશે. તેમણે પ્રોડક્‍ટ્‍સનું ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કઈ રીતે કરવું તે વિષે પણ વિગતવાર જાણકારી આપી હતી. વિઆઈએના માનદમંત્રી શ્રી કલ્‍પેશ વોરાએ ઉદ્યોગકાર મિત્રોને અનુરોધ કર્યો કે જો તેમની કંપનીમાં બનતી પ્રોડક્‍ટ્‍સ પણ એવી લિસ્‍ટમાં આવતી હોય કે જેનું બીઆઈએસ રજીસ્‍ટ્રેશન કરાવવું જરૂરી હોય તો આજે અહીં જણાવ્‍યા પ્રમાણે તેમણે ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરાવવું જ જોઈએ અને આ પ્રોગ્રામમાં આપવામાં આવેલ માહિતી પ્રોડક્‍ટ્‍સના ઓનલાઈન રજીસ્‍ટ્રેશન માટે ખુબ જ ઉપયોગી નીવડશે.
આ કાર્યક્રમમાં વિઆઈએના ઉપ પ્રમુખ શ્રી મગન સાવલિયા, ખજાનચી શ્રી રાજુલ શાહ,બીઆઈએસના વૈજ્ઞાનિક-ડી અને સંયુક્‍ત નિયામક, શ્રીમતી સૃષ્ટિ દીક્ષિત અને શ્રી સત્‍યેન્‍દ્ર કુમાર પાંડે, ડીઆઈસીના પ્રાદેશિક વ્‍યવસ્‍થાપક શ્રી યજ્ઞેશ પાવાગઢી, બીઆઈએસના સ્‍ટાન્‍ડર્ડ પ્રમોશન ઓફિસર શ્રી નિતિન દોરીયા, વિઆઈએના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશ પટેલ, વિઆઈએના એક્‍ઝિકયુટિવ કમિટી મેમ્‍બર્સ એવા શ્રી સંજય સવાણી, શ્રી જોય કોઠારી અને મોટી સંખ્‍યામાં ઉદ્યોગકાર મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા બુલેટ ટ્રેન અને ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની માહિતી અંગે વિશેષ સેમિનાર યોજાયો

vartmanpravah

વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્‍લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો

vartmanpravah

ડુમલાવ-પરીયામાં દિપડાના ભયનો ઓથાર યથાવત : રવિવારે રાતે દિપડાએ બકરાનું મારણ કર્યું

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંક દ્વારા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં મહત્ત્વાકાંક્ષી ‘‘ગૌ લીલા” યોજનાનો આરંભ

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય વિજ્ઞાન પરિસંવાદ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરત-નાસિક-અહમદનગર હાઈવે માટે જમીન સંપાદન અંગેનું જાહેરનામું પ્રસિધ્‍ધ થયાને એક વર્ષ થવાને આરે છતાં જમીન સંપાદન અંગેની કોઈ કાર્યવાહી કરાઈ નથી

vartmanpravah

Leave a Comment