July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીનો યોજાયો પદગ્રહણસમારોહ પ્રમુખ તરીકે મિલનભાઈ પટેલની વરણીઃ મેઘાવીન પરમારને સોંપાયેલી સેક્રેટરીની જવાબદારીઃ કોષાધ્‍યક્ષ પદે વિરલસિંહ રાજપુતની નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: આજે સેલવાસ ખાતે રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીના 11મા પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રોટરી ડીસ્‍ટ્રીકટ 3060ના ગવર્નર શ્રી નિહીર દવેએ નવા અધ્‍યક્ષ અને તેમની ટીમને વિધિવત પદના શપથ લેવડાવ્‍યા હતા અને તેમને પદભાર સોંપ્‍યો હતો. ગેસ્‍ટ ઓફ ઓનર રોટરી આંખ હોસ્‍પિટલ નવસારીના સેક્રેટરી શ્રી યોગેશભાઈ નાયક તેમજ ડીસ્‍ટ્રીક્‍ટના પ્રથમ મહિલા તરીકે શ્રીમતી વૈશાલીબેન દવે આ સમારોહમાં ઉપસ્‍થિત રહ્યા હતા. રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીના તત્‍કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલે એમના કાર્યકાળ દરમ્‍યાન ખુબજ સારા કાર્યો કર્યા હતા તેની રૂપરેખા વર્ણવી હતી. આ અવસરે નવનિયુક્‍ત પ્રમુખ શ્રી મિલનભાઈ પટેલ અને ડીસ્‍ટ્રીકટ ગવર્નર શ્રી નિહીરભાઈ દવેએ જણાવ્‍યું હતું કે, વર્ષ 2023-24 દરમ્‍યાન વિવિધ ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવશે. જેમ કે કુપોષણ, અંધત્‍વ, ડાયાબીટીશ કેમ્‍પ, કેન્‍સર જાગૃતિ અભિયાન, સાક્ષરતા તથા સ્‍વચ્‍છતા જેવા મહત્‍વના કામો કરાશે. આ સમારોહમાં આસિસ્‍ટન્‍ટ ગવર્નર શ્રી અમિત કોઠારી, સાક્ષરતા મિશનના અધ્‍યક્ષ શ્રીનિલેશભાઈ શાહ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીના ખજાનચી તરીકે શ્રી વિરલસિંહ રાજપૂતની નિયુક્‍તિ કરવામાં આવી હતી જ્‍યારે બોર્ડ મેમ્‍બર તરીકે શ્રી યશવન્‍તસિંહ પરમાર, શ્રીમતી ઈશાની કૌર, શ્રી રાજુભાઈ પટેલ, શ્રી મહિપાલ સોલંકી તથા શ્રી મનોજ કોઠારીને સામેલ કરવામાં આવ્‍યા હતા.

Related posts

ઉમરગામની માણેક સોસાયટી સામે પાલિકાએ કરેલી લાલ આંખ

vartmanpravah

ધરમપુર વિલ્‍સન હિલ નજીક ડીકમ્‍પોઝ હાલતમાં મળેલી યુવતીની લાશ પ્રકરણમાં હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

બનાવટી કુલમુખત્‍યાર કરનારા જમીન પચાવી પાડનારા ગુનેગારોને નશ્‍યત કરવામાં આવશેઃ  મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

vartmanpravah

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

Leave a Comment