Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

સંઘપ્રદેશમાં સામેલ કરવાના સૈધ્‍ધાંતિક નિર્ણય સાથે કપરાડા તાલુકાના મેઘવાળ ગામનું ઉઘડેલું ભાગ્‍ય

સમસ્‍ત મેઘવાળ ગામમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણઃ મેઘવાળનો નદી કિનારો સંઘપ્રદેશ પ્રશાસન માટે પ્રવાસનનું નજરાણું તરીકે વિકસિત કરવાની મળશે તક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ગાંધીનગર, તા.29 : સોમવારે ગાંધીનગર ખાતે કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષ સ્‍થાને મળેલી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં દાદરા નગર હવેલીને અડીને આવેલ ગુજરાત રાજ્‍યના કપરાડા તાલુકાના મેઘવાળ ગામને સંઘપ્રદેશમાં સામેલ કરવાનો નિર્ણયનો સૈધ્‍ધાંતિક સ્‍વીકાર કરાયોછે. જેના કારણે વર્ષોથી ઉપેક્ષિત મેઘવાળ ગામનું ભાગ્‍ય ઉઘડી ગયું હોવાની લાગણી પ્રગટ થઈ રહી છે.
સોમવારે યોજાયેલ બેઠકમાં ગુજરાત રાજ્‍યના દાદરા નગર હવેલીની અડોશપડોશમાં આવેલ નગર, રાયમાળ અને મધુબન ગામોને જોડવાનો પણ પ્રસ્‍તાવ હતો. પરંતુ દક્ષિણ ગુજરાતના આ ત્રણેય ગામો દમણગંગા જળાશય પ્રોજેક્‍ટ અંતર્ગત સુરક્ષિત હોવાથી તેના હસ્‍તાંતરણ માટે સમજૂતિ શક્‍ય નહીં બની હતી. પરંતુ દાદરા નગર હવેલીના મસાટ નજીક આવેલ મેઘવાળ ગામને સંઘપ્રદેશમાં સમાવવા માટે સૈધ્‍ધાંતિક સહમતિ બનતાં આ વિસ્‍તારમાં વિકાસના નવા દરવાજા ઉઘડશે એવી લાગણી લોકોમાં પ્રગટ થઈ રહી છે.

Related posts

દમણની સુપ્રસિદ્ધ શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલમાં ડોક્‍ટર્સ ડેની કરવામાં આવેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ભારતમાં પ્રથમવાર વલસાડની કુસુમ વિદ્યાલય દ્વારા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં “સાયકલ 2 સ્કૂલ”નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, માધ્‍યમિક અને ઉચ્‍ચતરમાધ્‍યમિક શાળા સલવાવ દ્વારા રંગે ચંગે ‘‘રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

vartmanpravah

કપરાડા તાલુકામાં રૂા. 1.2પ કરોડના ખર્ચે આકાર લઈ રહેલી અદ્યતન લાઈબ્રેરી ટૂંકા દિવસોમાં ખુલ્લી મુકાશે

vartmanpravah

Leave a Comment