Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપી

વાપી ટુકવાડા અવધ ઉથોપિયા બંગલામાં પરિવાર સુતો રહ્યો ને તસ્‍કરો રૂા.1.20 લાખની મત્તા ચોરી ગયા

બંગલા નં.બી/467માં રોકડા 70 હજાર, એક ચેઈન અને એક મોબાઈલ તસ્‍કરો સ્‍લાઈડિંગ વિંડો ખોલી ચોરી કરી ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપી નજીક ટુકવાડા સ્‍થિત પોશ ગણાતી અવધ ઉથોપિયા ટાઉનશીપમાં એક બંગલામાં પરિવાર ગત રાત્રે સુતો હતો તે અરસામાં તસ્‍કરો પાછળના ભાગે સ્‍લાઈડીંગ વિન્‍ડો ખોલીને રોકડા સહિત રૂા.1.20 લાખની મત્તા ચોરી ગયા હતા.
ટુકવાડા અવધ ઉથોપિયામાં બંગલા નં.બી/467માં રહેતા ભારતીબેન સંજયભાઈ સુમેરિયા(પટેલ) દિવસે તેમની સેલવાસ ખાતે આવેલ કંપનીમાં બે દિકરા અને પૂત્રી સાથે ગયા હતા. સાંજે પરત આવી પરિવાર સૂઈ ગયેલો ત્‍યારે પાછળના ભાગે આવેલ સ્‍લાઈડીંગ વિન્‍ડો ખોલી તસ્‍કરો બંગલામાં પ્રવેશ્‍યા હતા. કબાટમાં રાખેલા રોકડા રૂપિયા 70 હજાર, એક મોબાઈલ અને એક સોનાની ચેઈન મળી કુલ રૂા.1.20 લાખની મત્તાની ચોરી કરી તસ્‍કરો ભાગી ગયા હતા. સવારે ચોરી થયાની જાણ થતા પરિવારે સોસાયટી સંચાલકને વાત કરી હતી. સંચાલકેચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

વાપી સલવાવ સ્‍વમિનારાયણ સ્‍કૂલમાં પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ‘સ્‍પર્શ કી પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માટે પ્રવેશ લેવા સોનેરી તકઃ 31 જાન્‍યુ. સુધી ઓનલાઈન અરજી કરવી પડશે

vartmanpravah

લોક અદાલતના લાભો ન્‍યાયમૂર્તિ જસ્‍ટીસ બિરેનએ.વૈષ્‍ણવ દ્વારા ‘‘હાજીર હો” કાર્યક્રમના માધ્‍યમથી ઘર બેઠા જાણી શકાશે

vartmanpravah

ભીલાડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત તિરંગા યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

Leave a Comment