Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશવલસાડ

દમણમાં આનંદ ઉત્‍સાહ સાથે પરંપરાગત રીતે કરાયેલી નારિયેળી પૂર્ણિમાની ઉજવણીઃ માછી સમાજે દરિયાદેવની વિધિવત કરેલી પૂજા: માછીમારોની નવી મૌસમનો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : બુધવારે દમણમાં નારિયેળી પૂર્ણિમાની ઉજવણી આનંદ, ઉત્‍સાહ સાથે પરંપરાગત રીતે કરવામાં આવી હતી. માછી સમાજ દ્વારા દરિયાદેવની પૂજા સાથે મચ્‍છીમારી માટે દરિયામાં જવાની તૈયારી પણ કરી હતી. વર્ષ દરમિયાન દરિયો શાંત રહે અને માછીમારોના રક્ષણ સાથે રોજગારી મળી રહે એવા ભાવ સાથે દરિયામાં શ્રીફળ પધરાવી પ્રાર્થના કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે નારિયેળી પૂર્ણિમાના દિવસે માછીમારોએ પોતાના બોટની પૂજા કરી કરિયાણું, બરફ, જરૂરી સામાન ભરાવીને દરિયામાં મચ્‍છીમારી માટે જવાની તૈયારી કરી હતી. જમીન પર ખેતીની જેમ માછીમારો દરિયો ખેડીને દરિયાઈ મેવાની ખેતી કરતા હોય છે. ત્‍યારે નારિયેળી પૂર્ણિમાથી દરિયાનું જોર એટલે કે બળ ઘટતું હોય છે. જેથી શ્રાવણી પૂનમને બળેવ પણ કહેવાય છે.નવ મહિના દરિયા દેવ માછીમારોને સાચવે અને ધંધા-રોજગારી સારા પ્રમાણમાં આપે એ કામના સાથે માછીમારોએ મચ્‍છીમારી માટે દરિયો ખેડવાની શુભ શરૂઆત કરી છે.
આ પ્રસંગે દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાળભાઈ કે. ટંડેલ(દાદા) તથા માછી સમાજના આગેવાનો અને બોટના માલિકો પણ પૂજાવિધિમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ ન.પા.ના વોર્ડ નં.2ના કાઉન્‍સિલર પ્રમોદભાઈ રાણાએ મોટી દમણની નવી શાકભાજી માર્કેટની બાજુમાં પડેલી ખાલી જગ્‍યામાં સર્વ સમાજ માટે પાર્કિંગ સાથેનો ટાઉન હોલ બનાવવા પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

સેલવાસ દત્તકગ્રહણ સંસ્‍થા ખાતે કલેક્‍ટરના હસ્‍તે બાળકને દત્તક આપવાની પૂર્ણ થયેલી વિધિ

vartmanpravah

ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ ઉઠતા જિ.પં. સભ્‍ય અને સ્‍થાનિકોએ ડીપીઈઓને કરેલી જાણ

vartmanpravah

ગુજરાતની અન્‍ય ઔદ્યોગિક વસાહતોની સાથે વાપી વી.આઈ.એ. દ્વારા મતદાનના દિવસે કર્મચારીઓની રજા રાખવા જાહેર અપીલ કરાઈ

vartmanpravah

ભારત સરકારના નીતિ આયોગના સભ્‍ય ડો. વી.કે.પોલ અને તેમની ટીમ દાનહના વિકાસથી પણ પ્રભાવિત

vartmanpravah

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેઈડ

vartmanpravah

Leave a Comment