July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા પંચાયત નવિન ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી હાઈવે મામલતદાર તાલુકા સેવા સદનના કમ્‍પાઉન્‍ડમાં નવનિર્માણ થયેલ વાપી તાલુકા પંચાયત ભવનનો શનિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ દ્વારા વાપી તાલુકા પંચાયતની નવી કચેરીનું ભવન સાકાર કરવામાં આવેલ છે. મામલતદાર કચેરી બલીઠામાં સાકાર થયેલ વાપી તાલુકા પંચાયત કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ શનિવારે યોજાયો હતો. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રિબિન કાપી ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, મામલતદાર કચેરીમાં તા.પં. કચેરીનું સંલગ્ન કામગીરી ચાલી રહી હતી. હવે સ્‍વતંત્ર ભવન ઉપલબ્‍ધ થવાથી લોકોની સુવિધા વધશે. આ પ્રસંગે સાંસદ ડો.કે.સી. પટેલ, જિ.પં. પ્રમુખ અલકાબેન શાહ, ડી.ડી.ઓ. મનીષ ગુરવાની, કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રે, તા.વિકાસ અધિકારી એસ.એ. જેઠવા અને તા.પં. પ્રમુખ વાપી શ્રીમતી વાસંતીબેન પટેલની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી.

Related posts

દમણ જિલ્લા અદાલતમાં યોજાયેલી લોક અદાલતમાં 35 કેસોનું સમાધાન કરાયું

vartmanpravah

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ધરતીપુત્રોમાં ચિંતા

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત ‘‘દે ઘુમાકે-2023” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

vartmanpravah

ચીખલી કોલેજમાં 36મી નેશનલ ગેમ્‍સ અવેરનેસ તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

vartmanpravah

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

vartmanpravah

Leave a Comment