October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ રીંગ રોડ પર ચાલકે ટેમ્‍પો ડિવાઈડર કુદાવી પાર્ક કરેલ સ્‍કૂલ બસ સાથે અથડાવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : સેલવાસથી સામરવરણી તરફ જતા રીંગ રોડ પર સામરવરણીથી સાયલી રોડ તરફ આવી રહેલ ટેમ્‍પો નંબર ડીએન 09 જે 9850ના ચાલકે સ્‍ટીયરીંગ પર કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી સામેની સાઈડ પર પાર્ક કરેલ સ્‍કૂલ બસ સાથે ટેમ્‍પો ધડાકાભેર ટકરાવ્‍યો હતો. જેના કારણે બે સ્‍કૂલ બસને મોટું નુકસાન થયું હતું. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતાં તેમની ટીમ પહોંચી હતી અને ટેમ્‍પોચાલકની અટક કરી હતી.
પોલીસ તપાસમાં ટેમ્‍પોચાલક દારૂના નશામાં ધુત હતો. સદ્‌નશીબે અકસ્‍માત સમયે સ્‍કૂલ બસ ખાલી હતી. જેના કારણે જાનહાનીની ઘટના ટળી હતી.

Related posts

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ૭૫માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહ સર્વ આદિવાસી સમાજ દ્વારા સંયુક્‍ત રૂપે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવા અંગે મળેલી બેઠક

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી આયોજીત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ જતિન ગોયલે સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’ની લીધેલી મુલાકાતઃ બાળકો સાથે કરેલો વાર્તાલાપ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

Leave a Comment