September 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટવલસાડવાપીસેલવાસ

સેલવાસના પ્રવેશદ્વાર પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે ખડકાયેલા કચરાના ડુંગરની સેલવાસ ન.પા.ના અધ્‍યક્ષ રજની શેટ્ટીએ વલસાડ જિલ્લા કલેક્‍ટરને કરેલી ફરિયાદ

  • સુંદર સ્‍વસ્‍થ અને રળિયામણાં દાનહની રોનક ઉપર કલંક લગાવવાની ચેષ્‍ટા વલસાડ જિલ્લાના લવાછા ગામના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી છે

  • જાહેર માર્ગ ઉપર ગંદકીનું સામ્રાજ્‍ય ઉભું થવા છતાં લવાછા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત સહિત વલસાડ જિલ્લાનું આરોગ્‍ય વિભાગ પણ નિષ્‍ક્રિય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસના પ્રવેશદ્વાર ગણાતા પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે નંખાતા આડેધડ કચરા અને પ્‍લાસ્‍ટિકથી સુંદર, સ્‍વસ્‍થ અને રળિયામણાં દાદરા નગર હવેલીની રોનક ઉપર કલંક લગાવવાનું કામ વલસાડ જિલ્લાના લવાછા ગામના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટીએ વલસાડ જિલ્લાના કલેક્‍ટરને કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વાપી-સેલવાસ રોડ ઉપર આવેલ પીપરિયા બ્રિજના વાપી તરફના છેડે લવાછા ગામના રહેવાસીઓ દ્વારા ઠલવાતા કચરાના કારણે બ્રિજ ઉપર જ કચરાના ઢગલાં ફેલાયેલા છે. અસહ્ય ગંદકી અને દુર્ગંધના કારણે વાહનચાલકોને પોતાના વાહનના કાંચ બંધકરવાની ફરજ પડે છે અને રાહદારીઓ માટે રસ્‍તો પસાર કરવો પણ મુશ્‍કેલ બન્‍યો છે. ગંદકી અને કચરાના ઢગલાંના કારણે મચ્‍છરોનો ઉપદ્રવ પણ ખુબ જ વધી રહ્યો છે. આજુબાજુ લવાછા ગામની મોટી મોટી ચાલીઓ પણ આવેલી છે. ચાલીમાં રહેતાં લોકો અને આસપાસના દુકાનદારો દ્વારા પોતાનો ગંદો કચરો ઠલવાતો હોવાનું પણ જાણવા મળે છે.
દરમિયાન જાહેર બ્રિજ ઉપર પથરાયેલી ગંદકીના કારણે કેન્‍દ્રના મકાન અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજીત સ્‍વચ્‍છ સર્વેક્ષણમાં સેલવાસ પાલિકાનું રેંકિંગ પ્રભાવિત થયું હોવાનો આરોપ પણ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ શ્રીમતી રજની શેટ્ટીએ લગાવ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે, પીપરિયા બ્રિજ ઉપર એક છેડે કચરાના ડુંગર બનેલા હોવા છતાં લવાછા ગ્રામ પંચાયત દ્વારા પણ હજુ સુધી કોઈ પગલાં ભરાયા નથી. વલસાડ જિલ્લાનું આરોગ્‍ય તંત્ર પણ નિષ્‍ક્રિય હોવાનું દેખાય છે. ત્‍યારે સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટીએ વલસાડ જિલ્લાના કલેક્‍ટરશ્રીને પત્ર લખી તાત્‍કાલિક આ મુદ્દે કાર્યવાહી કરવા માંગણી કરી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા કૃષિ ક્ષેત્ર આત્મનિર્ભર થાય તે ઘણુ મહત્વનું છેઃ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા:- આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રિ- વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ૨૩૫૯ કરોડના એમઓયુ થયા

vartmanpravah

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં વરસાદની રમઝટ વચ્‍ચે 60.88 ટકા મતદાનઃ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: શનિવારે થનારી મત ગણતરી સુધી 7 વોર્ડના ઉમેદવારોનું ભાવિ સીલ

vartmanpravah

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

દાનહઃ પ્રાથમિક શાળાના શિક્ષકની નોકરીમાંથી છૂટા કરાયેલા ધર્મેશભાઈ ભોયાએ ગામડાઓમાં ભરાતા હાટ-બજારમાં કપડાંનું વેચાણ કરી આત્‍મનિર્ભરતાનું પુરૂં પાડેલું શ્રેષ્‍ઠ દૃષ્‍ટાંત

vartmanpravah

ધરમપુર- કપરાડામાં આરોગ્‍યલક્ષી સેવા હવે વધુ સુદઢ બનશે, પીએમના સંભવિત કાર્યક્રમમાં નવા 8 પેટા આરોગ્‍ય કેન્‍દ્રનું લોકાર્પણ થશે: દર્દીઓની સુવિધા માટે રૂ. 1.60 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્‍ત કેન્‍દ્ર બનાવાયા

vartmanpravah

Leave a Comment